Home /News /madhya-gujarat /

વડોદરા: આજે વાદળછાયા માહોલ વચ્ચે ઠંડી યથાવત તથા ચિકનગુનિયાના કેસોમાં વધારો

વડોદરા: આજે વાદળછાયા માહોલ વચ્ચે ઠંડી યથાવત તથા ચિકનગુનિયાના કેસોમાં વધારો

વાદળછાયા

વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી... 

વડોદરા શહેરમાં ઠંડા પવનોના પગલે ગઈ કાલે ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટીને 17 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આજ વહેલી સવારથી જ પવનો ફૂંકાવાના શરૂ 

    વડોદરા: વડોદરા શહેરમાં ઠંડા પવનોના પગલે ગઈ કાલે ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટીને 17 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આજ વહેલી સવારથી જ પવનો ફૂંકાવાના શરૂ થયા હતાં. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. દિવસ દરમિયાન ઠંડા પવનોના પગલે ગરમીનો પારો પણ 31 ડિગ્રી સુધી રહ્યો.


    ઉલ્લેખનિય છે કે, આજ રોજ પણ ઠંડીનો પારો 23 ડિગ્રી સુધી નોંધાયેલ છે.જ્યારે 17 થી 20 નવેમ્બર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં મંગળવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 31. 7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 17.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 64 ટકા અને સાંજે 40 ટકા નોંધાયું હતું. જ્યારે ઉત્તર - પૂર્વની દિશાથી 11 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતાં. શહેરમાં દિવાળી બાદ ઠંડીની તીવ્રતા વધી રહી છે. દિવસે તો ઠીક સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 20મી બાદ હજી ઠંડી વધવાની શકયતા વ્યકત કરાઇ રહી છે.

    2. ચિકનગુનિયાનો વાવર યથાવત્, વધુ 22 કેસ નોંધાયા...


    વડોદરા શહેરમાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે શહેરમાં ડેન્ગ્યુના માત્ર 4 કેસ નોંધાયા હતા, જ્યારે ચિકનગુનિયાના 22 નવા દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં સયાજી હોસ્પિટલમાં 18 કેસ નોંધાયા હતા. તાવના 609 અને ઝાડા - ઊલટીના 30 કેસ નોંધાયા છે. મંગળવારે શંકાસ્પદ ડેન્ગ્યુના 77 નમૂનામાંથી 4 પોઝિટિવ નોંધાયા હતા. જેથી કુલ આંક 2291 થયો છે. જ્યારે શંકાસ્પદ ચિકનગુનિયાના 63 નમૂનામાંથી 4 કેસ પોઝિટિવ આવ્યા હતા. ચિકનગુનિયાના કુલ કેસ વધીને 1392 થયા છે.

    આ પણ વાંચો: સુરત: 23 વર્ષનો પાટીદાર દીકરો બ્રેનડેડ થતા, પરિવારે હૃદય, ફેફસાં સહિત પાંચ અંગોનું કર્યુ દાન

    મચ્છરના કારણે 478 લોકોએ તાવની ફરિયાદ કરી છે. જ્યારે પાણીજન્ય રોગોના કારણે 131 લોકોને તાવની ફરિયાદ મળી હતી. પાલિકાની 179 ટીમોએ 23 કન્સ્ટ્રક્શન સાઈટ અને 1 હોસ્ટેલ અને સ્કૂલમાં ચકાસણી કરી 1 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ આપી હતી. સયાજીમાં 59 નમૂનામાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 70 નમૂનામાંથી 18 ને ચિકનગુનિયા હોવાનું નોંધાયું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર