જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમ તાલીમ કેમ્પ માટે વડોદરા આવશે

News18 Gujarati
Updated: September 4, 2019, 9:16 AM IST
જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમ તાલીમ કેમ્પ માટે વડોદરા આવશે
370ની કલમ નાબૂદ કરાઇ તે પહેલા ઇરફાન પઠાણ કાશ્મીરમાં જ હતા પરંતુ ત્યારે ઇરફાન અને ટીમને પરત વડોદરા આવી જવાનું કહ્યું હતું.

370ની કલમ નાબૂદ કરાઇ તે પહેલા ઇરફાન પઠાણ કાશ્મીરમાં જ હતા પરંતુ ત્યારે ઇરફાન અને ટીમને પરત વડોદરા આવી જવાનું કહ્યું હતું.

  • Share this:
ફરીદખાન પઠાણ, વડોદરા : વડોદરાનો આંતરરાષ્ટ્રીય ખેલાડી ઇરફાન પઠાણ એક વર્ષ માટે જમ્મુ કાશ્મીરની ટીમનાં મેન્ટર છે. 370ની કલમ નાબૂદ કરાઇ તે પહેલા ઇરફાન પઠાણ કાશ્મીરમાં જ હતા પરંતુ ત્યારે ઇરફાન અને ટીમને પરત વડોદરા આવી જવું પડ્યું હતું. હવે જમ્મુ કાશ્મીરની તણાનપૂર્ણ પરિસ્થિતિને જોતા ત્યાંની સ્થાનિક ક્રિકેટ ટીમ વડોદરાનાં મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ટ ખાતે પ્રેક્ટિશ કરવા આવશે.

આ પણ વાંચો : અમિત શાહ મોડી રાતે પહોંચ્યા અમદાવાદ, પારિવારિક પ્રસંગમાં આપશે હાજરી

જ્મ્મુ કાશ્મીર ટીમનો ક્રિકેટ પ્રશિક્ષણ કેમ્પ 14 જૂનથી 14 જુલાઈ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ 10 દિવસનાં બ્રેક પછી ફરી 25 જુલાઈથી શરૂ થયા હતા. તે સમયે ઇરફાન પઠાણે એક ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે અમારા ક્રિકેટ કેમ્પ બંધ કરી દેવામાં આવ્યા છે. ક્રિકેટરોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આશરે 100 જેટલા જુનિયર ક્રિકેટરોને ઘરે અથવા જમ્મુ મોકલી દેવામાં આવ્યા છે. અમારી સ્થાનિક ટૂર્નામેન્ટ 31 જુલાઈથી શરૂ થઈ હતી અને 17 ઓગસ્ટ સુધી મેચો યોજાવાની હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ગાય બાદ હવે ઘોડાના માલિક સામે પણ ગુનો નોંધાયો

મહત્વનું છે કે ગયા મહિનાથી ઘરેલું સિઝન શરુ થવાની હતી. જેકેસીએ દ્વારા રાજ્યના ક્રિકેટર્સ માટે મેચ અને કેમ્પનું આયોજન કરવામાં આવવાનું હતું. અંડર 23 અને સીનિયર કેટેગરીમાં પસંદ કરેલા ખેલાડીઓમાંથી આઠ ટીમો બનાવવામાં આવી હતી. જોકે ત્યારે બધુ અટકી ગયું હતું. જેકેસીએનાં સીઇઓએ જણાવ્યું છે કે, U-16, U-19 અને U-23નાં ખેલાડીઓ જમ્મુમાં જ પ્રશિક્ષણ મેળવશે. પરંતુ સિનિયર ટીમ માટે આ સુવિધાઓ યોગ્ય નથી. જેથી અમે નક્કી કર્યું છે કે આ ખેલાડીઓ વડોદરા પ્રશિક્ષણ લેવા માટે જશે.
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading