વડોદરા: ભારતની પ્રથમ રેલવે યુનિ.નું લોકાર્પણ કરાયું, 103 વિદ્યાર્થીઓની પહેલી બેચ શરૂ

આજે જેશમાં 13 લાખ લોકો રેલવેમાં નોકરી કરે છે.આ તમામ કર્મચારીને અહી તાલીમ આપવી જોઈએ. રેલ્વેના અધિકારીઓથી લઈ તમામ કર્મચારીએ રેલવેનો સતત અભ્યાસ કરવાની જરૂર છે.

News18 Gujarati
Updated: December 15, 2018, 10:20 PM IST
વડોદરા: ભારતની પ્રથમ રેલવે યુનિ.નું લોકાર્પણ કરાયું, 103 વિદ્યાર્થીઓની પહેલી બેચ શરૂ
વડોદરા રેલવે યુનિવર્સિટા લોકાર્પણ કાર્યક્રમમાં પિયુષ ગોય અને સીએમ વિજય રૂપાણી
News18 Gujarati
Updated: December 15, 2018, 10:20 PM IST
વડોદરામાં ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ પ્રસંગે જણાવ્યું કે, દેશમાં રેલવેને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે આપણે બધાએ મહેનત કરવી પડશે. આજે જેશમાં 13 લાખ લોકો રેલવેમાં નોકરી કરે છે.આ તમામ કર્મચારીને અહી તાલીમ આપવી જોઈએ. રેલ્વેના અધિકારીઓથી લઈ તમામ કર્મચારીએ રેલવેનો સતત અભ્યાસ કરવાની જરૂર છે. આપણે બધાએ ભેગા થઈ રેલવેને નવી રેલવે બનાવવાની છે. આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે.

તેમણે જણાવ્યું કે, ભારતીય રેલવે મોર્ડન બની રહી છે. થયો. આપણા વડાપ્રધાનનું વિઝન ભારતને વિશ્વ શક્તિ બનાવવાનું છે. આપણે ભારત રેલવે વિશ્વની મોર્ડન રેલ યોજના બનાવીશું. રેલવેને વિશ્વ સ્તરે પહોંચાડીશું

મંત્રી પિયુષ યોગલે કહ્યું કે, 5 સપ્ટેમ્બર 2018ના રોજ રેલવે યુનિવર્સિટીમાં 20 રાજ્યના 103 વિદ્યાર્થીઓની પહેલી બેચ શરૂ થઈ ચૂકી છે. 103 વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી. મદ્રાસ, આઈ.આઈ.ટી મુંબઇ દ્વારા શિક્ષણ અપાશે. જેમાં 86 વિદ્યાર્થીઓ અને 17 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીને પાંચ વર્ષના પ્રોજેકટ અંતર્ગત 421 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બીએસસી ઇન ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી અને બીબીએ પ્રોગ્રામ ઇન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ જેવા બે અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામથી શરૂઆત થશે. આગામી 2019-20માં યુનિવર્સિટી દ્વારા માસ્ટર્સ પ્રોગ્રામ પણ શરૂ કરવાનું લક્ષ્ય છે.

આ પહેલા શુક્રવારે વેસ્ટર્ન રેલવેના જી.એમ.એ રિવ્યૂ મુલાકાત લીધી હતી. રેલવે યુનિવર્સિટી માટે અંદાજે 100 એકર જમીનની જરૂર છે. જમીન સંપાદન કરવાની કામગીરી હજુ બાકી છે. પરંતુ પ્રાથમિક તબક્કે રેલવે કર્મચારીઓ માટે એમ.બી.એ. અને બી.ટેક. જેવા ડિગ્રી કોર્સનો પ્રારંભ ઓગસ્ટ મહિનાથી શરૂ થશે.

તમને જણાવી દઈએ કે, વડોદરામાં બનેલી આ રેલ્વે યુનિવર્સિટી ભારતની પ્રથમ અને વિશ્વની ત્રીજી રેલવે યુનિવર્સિટી છે. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં સ્થાપિત થયેલી આ યુનિવર્સિટી લગભગ 55 એકરમાં ફેલાયેલી છે. રેલવેનાં આધુનિકીકરણ માટે યુનિ.માં તૈયાર થશે તજજ્ઞો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાઇ હતી રેલ યુનિ.ની પરિકલ્પના.
First published: December 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...