Home /News /madhya-gujarat /વડોદરા: પતિની 23 વર્ષીય પ્રેમિકાને પત્નીએ જાહેરમાં ફટકારી, લાઇવ એક્શન CCTVમાં કેદ

વડોદરા: પતિની 23 વર્ષીય પ્રેમિકાને પત્નીએ જાહેરમાં ફટકારી, લાઇવ એક્શન CCTVમાં કેદ

CCTVમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, કેવી રીતે યુવતીને પત્ની અને બાળકો માર મારે છે.

Vadodara News: વડોદરામાં 'પતિ પત્ની ઔર વો'ની ઘટનાએ ચકચાર મચાવી. આધેડની પ્રેમિકાને પત્ની, પુત્રી અને બનેવીએ વાળ પકડીને માર માર્યો.

વડોદરા: પતિ પત્ની ઔર વોના મામલામાં વડોદરામાં જાહેર માર્ગ પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પતિના આડા સંબંધની વાતની જાણ પત્નીને થતાં જ બાળકો સાથે યુવતીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પતિ અને યુવતીને રંગેહાથે ઝડપી પાડ્યા હતા, ત્યારે CCTVમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, કેવી રીતે યુવતીને પત્ની અને બાળકો માર મારે છે. અચાનક જ આવીને યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવતી હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મારામારી અંગે યુવતીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

યુવતીને વાળ પકડી ફટકારી

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર યુવાન મહિલા મિત્રને મળવા દેડિયાપાડાના આધેડ પહોંચ્યા હતા. દરમિયાન બંનેના સંબંધો અંગે શંકા હોવાથી આધેડની પત્ની, પુત્રી અને બનેવી પણ યુવતીના ઘેર પહોંચી યુવતીને વાળ પકડીને માર માર્યો હતો. આધેડ અને યુવતીના સંબંધો અંગે શંકા હોવાથી પત્ની અને પુત્રીએ વાળ પકડીને યુવતીને માર માર્યો હતો. જ્યારે પત્નીના બનેવી અને તેમની સાથે આવેલા શખ્સે પણ ગડદા-પાટુનો માર માર્યો હતો.


આ ઘટનામાં યુવતીને ઇજા પહોંચતાં પહેલાં સયાજી હોસ્પિટલ ત્યાર બાદ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાઈ હતી. આમ, યુવતીની બે અન્ય મહિલા સહિતના શખ્સોએ ધોલાઇ કરતાં આ બનાવ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવ બન્યાં બાદ યુવતીએ બાપોદ પોલીસ મથકે માર મારનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'પરપુરુષ સાથે સંબંધ બાંધીને બે લાખ કમાવી આપ'

23 વર્ષીય યુવતીના ઘરે પહોંચ્યો હતો આધેડ

23 વર્ષની યુવતી શહેરના આજવા રોડ પર રહેતી મુંબઇમાં આઇટીનો અભ્યાસ કરે છે. આ યુવતી શહેરના વાઘોડિયા રોડ પર રહે છે. દેડિયાપાડાનો આધેડ વેપારી અને યુવતીને મિત્રતા હતી. તેઓ અવારનવાર મળતા પણ હતા. બીજી તરફ વેપારીના પરિવારને આ બંનેના સંબંધો પર શંકા હતી. વેપારી 26 ઓક્ટોબરના રોજ યુવતીના ઘેર દશેક વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. જ્યાં મળવા આવેલા મિત્રની તબિયત બરાબર ન લાગતાં તેને હોસ્પિટલ જવા યુવતી તૈયાર થઇ હતી. દરમિયાન ફ્લેટના ગેટ નીચે આધેડની પત્ની, પુત્રી અને બનેવી આવી પહોંચ્યાં હતાં. આધેડ અને યુવતીના સંબંધો અંગે શંકા હોવાથી પત્ની અને પુત્રીએ વાળ પકડીને યુવતીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ફલેટના CCTVમાં કેદ થઈ હતી.
First published:

Tags: CCTV footage, Gujarat News, Vadodra News