Home /News /madhya-gujarat /વડોદરા Hit&Runનો Video : જીપનો અકસ્માત સર્જનાર RSP નેતાનો પુત્ર, 7 વર્ષના માસૂમનું થયું મોત

વડોદરા Hit&Runનો Video : જીપનો અકસ્માત સર્જનાર RSP નેતાનો પુત્ર, 7 વર્ષના માસૂમનું થયું મોત

મૃતક બાળક કવિશ, અકસ્માત સર્જનાર યુવકે દેઊલ અને જીપની તસવીર

Vadodara Hit and Run CCTV Video : માંજલપુર વિસ્તારમાં અકસ્માત, ટ્યૂશનમાંથી મોટી બહેન સાથે ઘરે જઈ રહેલા બાળકનું મોત, 'સેવ એનિમલ્સ'નો લોગો મારનાર જીપ ચાલકે બાળકનો જીવ લઈ લીધો

અંકિત ઘોનસિકર, વડોદરા : વડોદરામાં (Vadodara) નબીરાએ બેફામ બન્યા છે. હજુ તો અમદાવાદ શિવરંજની હીટ એન્ડ રનની (Shivranjani Hit and Run) શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યમાં વધુ એક ઘટના ઘટી છે. વડોદરા શહેરમાં બેફામ બનેલા નબીરાઓએ એક બાળકનો ભોગ લઈ લીધો છે. શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં જીપની (Jeep) ટક્કરે સ્કૂટર પર સવાર બાળકનું (Death of Children) કરૂણ મોત થયું છે. બ્લેક કલરની વિકૃત રીતે મોડીફાઇડ થયેલી જીપનો અકસ્માત એટલો ગંભીર હતો કે જીપ ડિવાઇડરને ચીરીને તેની વચ્ચોવચ આવી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી વીડિયો (CCTV Video) સામે આવ્યો છે.

બનાવની વિગતો એવી છે કે ગઈકાલે માંજલપુરના મંગલેશ્વર મહાદેવ-સ્મશાન રોડ પર મોડિફાઇડ કરેલી જીપની ટક્કર વાગતા એક સાત વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. આ બાળક ટ્યૂશન સમાપ્ત કરી અને ભાઈ-બહેન સાથે સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હતો.

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ અપાતા હતા 500 રૂપિયા

દરમિયાનમાં ત્યાંથી પસાર થઈ રહેલી એક વિકૃત જીપના ચાલકે ટક્કર મારી હતી. જીપ એટલી બેકાબૂ હતી કે તે ડિવાઇડર ચીરીને વચ્ચોવચ આવી ગઈ હતી જ્યારે ટક્કર વાગતાની સાથે સ્કૂટર પર બેસેલો કવિશ પટેલ નીચે પટકાયો હતો.

અકસ્માત કરનાર નબીરો નેતાનો પુત્રનો

આ મામલે પોલીસે અકસ્માત સર્જનાર શખ્સની ઓળખ કરી લીધી છે. આ અકસ્માત સર્જનાર શખ્સ રાષ્ટ્રવાદી સમાજ પક્ષ આરએસપીના નેતા ઘનશ્યામ ફૂલાબજેનો દીકરો છે. ઘનશ્યામ ફૂલાબજેના પુત્ર દેઊલ ફૂલાબજેએ આ અક્સ્માત સર્જી દીધો છે.



આસપાસના લોકોએ અકસ્માતનો ભોગ બનનારા ભાઈ બહેનને હૉસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં આ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીપનો ચાલક નશામાં હતો. વિકૃત પ્રકારે મોડિફાઇડ થયેલી આ બ્લેક કલરની જીપના ટાયરથી લઈને ડિઝાઇનને આરટીઓ પાસ કરતું નથી. આ પ્રકારના વાહનો ગેરકાયદેસર હંકારાતા હોય આરટીઓની કામગીરી પર પણ સવાલ સર્જાઈ રહ્યા છે.

પોતાની જીપર પર મોટા ઉપાડે 'સેવ ધી એનિમલ્સ'ના લોગો ઠપકારનાર આ ચાલકે પ્રાણીઓને બચાવ્યા છે કે નહીં તેની તો ખબર નથી પરંતુ એક નિર્દોષ માસુમ બાળકનો ભોગ લઈ લીધો છે. ઘટનાના પગલે વડોદરા શહેરમાં જીપ ચાલક પર ફિટકારની લાગણીઓ વર્ષી રહી છે.

આ પણ વાંચો : પંચમહાલ : શહેરાના નાડા ગામની શાળામાં યુવક-યુવતીએ ફાંસો ખાધો, 2 વર્ષમાં શાળામાં આપઘાતની બીજી ઘટના

જોકે, હજુ સુધી આ મામલે માંજલપુર પોલીસે જીપ ચાલકને શોધીને તેની સામે કાર્યવાહી કરી હોવાની કોઈ વિગતો સાંપડી રહી નથી ત્યારે પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગ પર પણ સવાલો થઈ રહ્યા છે. કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો ગણગણાટ સ્થાનિકોના મોઢે ચઢ્યો હતો.

આ પણ વાંચો : વડોદરા : બેફામ જીપ ચાલકે અકસ્માત સર્જ્યો, મોપેડને ટક્કર લાગતા સાત વર્ષના માસૂમનું મોત

માંજલપુર પોલીસ ઇન્સપેક્ટરે છાસિયાએ જણાવ્યું કે વાહન માલિકની ઓળખ દેઊલ ફૂલબાજે તરીકે થઈ છે. તેના ઘરે સરનામાના આધારે કરી હતી ત્યારે આરોપીના ઘરે કોઈ મળી આવ્યું નથી. તેની જીપમાંથી એક મ્યાન મળી આવી છે. વડોદરા શહેર પોલીસ તેની તપાસ કરી રહી છે અને વહેલીતકે આરોપીને ઝડપી પાડવામાં આવશે.
First published:

Tags: Gujarati news, Kavish patel, Vadodara Hit and Run CCTV Video, Vadodara manjalpur accident, અકસ્માત, જીપ, હિટ એન્ડ રન