વડોદરા: 14 વર્ષનાં કિશોર અને કિશોરી ઘરેથી રૂપિયા લઇને ભાગ્યા, પાંચ વર્ષથી હતા પ્રેમમાં

વડોદરા: 14 વર્ષનાં કિશોર અને કિશોરી ઘરેથી રૂપિયા લઇને ભાગ્યા, પાંચ વર્ષથી હતા પ્રેમમાં
પ્રતીકાત્મક તસવીર

એક જ ફળિયામાં રહેતા 14 વર્ષનાં અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અન વિદ્યાર્થિની ફરાર થઇ ગયા છે.

 • Share this:
  વડોદરા નજીક આવેલા એક ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના એક જ ફળિયામાં રહેતા 14 વર્ષનાં અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અન વિદ્યાર્થિની ફરાર થઇ ગયા છે. આ અંગે છાણી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કેસ સામે આવ્યો છે.

  એક જ ફળિયામાં રહેતા હતા  છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં રહેતા ધોરણ-9નો વિદ્યાર્થી અને તેના જ વિસ્તારમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થિની નાનપણથી જ એકબીજાના મિત્રો હતા અને એકમેક પ્રત્યે આકર્ષાયા પણ હતા. તેઓ ઓનલાઇન અભ્યાસના કારણે મોબાઇલ પર પણ સક્રિય હોવાની વિગતો જાણવા મળી છે.

  છ દિવસ બાદ પણ ભાળ નથી મળી

  તારીખ 28મી ડિસેમ્બરે સવારે વિદ્યાર્થિની ઘર બહાર ગઇ ત્યારબાદ તે પાછી આવી ન હતી. જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી. જેથી પરિવારે 31મી ડિસેમ્બરે પોલીસને જાણ કરતાં છાણી પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. જોકે આટલા દિવસો પછી પણ બંનેનો કોઇ પત્તો મળી શક્યો નથી. તો બીજીતરફ વિદ્યાર્થી પણ 28 ડિસેમ્બરના દિવસથી લાપત્તા હોવાથી તેના પરિવારજનો પણ શોધખોળમાં લાગ્યા હતા.  બંને ઘરેથી રુપિયા લઇને ભાગ્યા છે

  પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થી ઘરમાંથી 25 હજાર અને વિદ્યાર્થિની 5 હજાર રૂપિયા લઇને ફરાર થયા છે. વિદ્યાર્થી પાસે એક મોબાઇલ ફોન હતો જે લઇને તેઓ ફરાર થયા છે. પરંતુ તે સ્વીચ ઓફ આવે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચેની મિત્રતા વધારે ઘનિષ્ઠ બનતા પરિવારોને પણ જાણ થઇ હતી. જેથી તેમણે પોતાના બાળકોને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહ્યું હતું. પરંતુ આની કોઇ અસર બેમાંથી કોઇ પર પડી નહતી.
  Published by:Kaushal Pancholi
  First published:January 03, 2021, 08:54 am

  ટૉપ ન્યૂઝ