વડોદરાનો જોરદાર કિસ્સોઃ સાચવીને રાખેલા પ્રેમ પત્રો દાદીના હાથમાં આવ્યા, પતિનું 30 વર્ષ જૂનું લફરું પકડાયું

News18 Gujarati
Updated: September 12, 2020, 9:54 AM IST
વડોદરાનો જોરદાર કિસ્સોઃ સાચવીને રાખેલા પ્રેમ પત્રો દાદીના હાથમાં આવ્યા, પતિનું 30 વર્ષ જૂનું લફરું પકડાયું
તે વૃદ્ધ મહિલાને આપઘાતનાં પણ વિચારો આવતા પરંતુ તેમણે અભયમની મદદ લઇને આખો મામલો થાળે પાળ્યો છે.

તે વૃદ્ધ મહિલાને આપઘાતનાં પણ વિચારો આવતા પરંતુ તેમણે અભયમની મદદ લઇને આખો મામલો થાળે પાળ્યો છે.

  • Share this:
વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સિનિયર સિટિઝન દંપતીનો પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના આઇપીસીએલ રોડ વિસ્તારમાં રહેતા 65 વર્ષની ઉંમરના પુરૃષ અને તેમના પત્નીને ત્રણ સંતાનો છે. સંતાનોને ત્યાં પણ બાળકો છે. થોડા દિવસો પહેલા સુધી આ દંપંતી શાંતિથી વિતાવી રહ્યાં હતા. ત્યારે એકદિવસ પત્નીના હાથમાં પતિના જૂના પ્રેમ પત્રો આવતા જીવનમાં બધુ ઉથલપાથલ થઇ ગયું. જે બાદ તે વૃદ્ધ મહિલાને આપઘાતનાં પણ વિચારો આવતા પરંતુ તેમણે અભયમની મદદ લઇને આખો મામલો થાળે પાળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ પહેલા વૃદ્ધ મહિલાને તિજોરીમાં કપડાં નીચે સાચવીને મુકેલું એક બંધ કવર મળ્યું હતું. તેમણે કવર ખોલ્યું તો અંદરથી પતિના પ્રેમપત્રો નીકળ્યા હતા. જે બાદ વૃદ્ધાનાં હોશ ઉડી ગયા હતા. તેમને કાંઇ સમજાતુ ન હતું કે શું થાય છે. ત્યારબાદ તેમણે પોતે મન પર કાબૂ રાખીને પતિએ સાચવી રાખેલ પ્રેમપત્રો વાંચતા પતિનું 30 વર્ષ જૂનું લફરૃં બહાર આવ્યું હતું. વૃદ્ધા પોતાના મનની વાત કોઇને કહી શકે તેવી સ્થિતિમાં નહતા. તેમણે આપઘાતના વિચારો પણ આવી રહ્યા હતા. જેથી તેમણે અભયમને ફોન કરી મદદ માંગી હતી.

આ પણ વાંચો- અમદાવાદ : 'એણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે, વીડિયો Viral કરી દઈશ'

અભયમના કાઉન્સેલર અને મહિલા પોલીસે તેમને સાંભળ્યા હતા. આ બાદ તેમના પતિને સમજાવતાં દાદાએ આજે પણ પ્રેમ સબંધો ચાલુ હોવાનું સ્વીકાર્યું હતું. વૃદ્ધ પુરૂષે જણાવ્યું કે, મે 30 વર્ષથી પ્રેમ સબંધો રાખ્યા છે પરંતુ આજ સુધી મારી પત્ની અને બાળકોને કોઇ તકલીફ પડવા દીધી નથી.

આ પણ જુઓ - 
વૃદ્ધ અને વૃદ્ધાની વાત સાંભળીને અભયમે દાદાને કાયદાકીય રીતે પણ સમજાવ્યાં. જે બાદ વૃદ્ધ વ્યક્તિએ અભયમને લેખિતમાં ખાતરી આપી કે હું આ સંબંધ નહીં રાખુ અને બૂલ પણ સ્વીકારી લીધી હતી. જોકે, અભયમને આ આખો મામલો થાળે પાડીને જીવનની સમી સાંજે દાદા દાદી સમા કુટુંબનાં મોભી વ્યક્તિઓને છૂટા પડતા રોક્યા છે અને તેમના સંતાનોને પણ આ વાતની જાણ થઇ નથી.

આ પણ વાંચો- ગુજરાત ફરી એકવાર બન્યું સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર રાજ્ય
Published by: Kaushal Pancholi
First published: September 12, 2020, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading