શરદી, તાવ બાદ હવે ઝાડા બંધ ન થાય તો પણ હોય શકે છે કોરોના, વડોદરામાં એક વૃદ્ધનું આ રીતે થયુ મોત

શરદી, તાવ બાદ હવે ઝાડા બંધ ન થાય તો પણ હોય શકે છે કોરોના, વડોદરામાં એક વૃદ્ધનું આ રીતે થયુ મોત
પ્રતીકાત્મક તસવીર

મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને કિશનવાડી પાસે રહેતા 57 વર્ષના રમેશભાઇ સોલંકી બે દિવસના ઝાડા બંધ થતા ન હતા.

  • Share this:
    ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 910 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 2 નવેમ્બર એટલે કે, 53 દિવસ બાદ નોંધાયેલા કોરોનાના આ સૌથી ઓછા કેસ છે. ત્યારે કરોના વાયરસને કારણે નવી નવી બીમારીઓ થતી હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને કિશનવાડી પાસે રહેતા 57 વર્ષના રમેશભાઇ સોલંકી બે દિવસના ઝાડા બાદ મૃત્યું પામ્યા હતા. જે બાદ તેમનો આરટીપીસીઆર કેસ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.

    ઝાડા બે દિવસથી બંધ થતા ન હતા



    મળતી માહિતી પ્રમાણે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને કિશનવાડી ઝંડા ચોક પાસે રહેતા 57 વર્ષના રમેશભાઇ સોલંકીને બે દિવસથી ઝાડા થયા હતા. તેઓને ગુરૂવારે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ જ મોત નીપજ્યું હતુ. જે બાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં રમેશભાઇ કોરોના પોઝિટિવ હોવાનુ નિદાન થયુ હતુ.

    કર્ક રાશિના જાતકો આજે આર્થિક ફાયદાની સાથે રોમાન્સની પળો પણ માણી શકશે થશે, જાણો કેવો રહેશે આપનો દિવસ

    ડૉક્ટરોએ શું કહ્યું?

    આ અંગે એસએસજી હૉસ્પિટલના ડોક્ટરોનું કહેવુ છે કે, શરદી, ગળામાં બળતરા, ઉધરસ અને તાવ એ કોરોનાના સામાન્ય લક્ષણો છે. મોટી ઉમરના દર્દીઓમાં ઘણી વખત સામાન્ય લક્ષણો દેખાતા નથી હોતા. પરંતુ જો ઝાડા થઇ જાય છે તો આ કોરોનાનું એડવાન્સ સ્ટેજ છે. માટે ઝાડા થાય તો પણ અવગણના કરવી નહીં પરંતુ તરત જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો.



    અમદાવાદ : દારૂ છુપાવવા માટે વાપર્યું ગજબનું માઈન્ડ, પણ પોલીસે આ રીતે ખોલી નાખી પોલ

    મ્યુકોરમાઇકોસિસનો દર્દી ફરાર થયો

    શહેરમાં સયાજી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનો શંકાસ્પદ કેસ સામે આવતાં તેની અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જોકે તે દર્દી હૉસ્પિટલમાંથી ગાયબ થતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે, વડોદરામાં 70 વર્ષનાં એક વૃદ્ધામાં મ્યુકોરમાઈકોસિસનાં લક્ષણો જોવા મળતાં તેઓ 3 દિવસ પહેલાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓના બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જેનો બાયોપ્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.



    અગાઉ મ્યુકોરમાઇકોસિસના 4 દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી 2 દર્દીઓને અમદાવાદ રિફર કરાયા હતા. જ્યારે બીજા 2 સાજા થયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:December 26, 2020, 07:48 am

    ટૉપ ન્યૂઝ