વડોદરાનાં સયાજીગંજ વિસ્તારમાંથી ત્રણ પુરૂષો મહિલાઓ જેવા કપડા પહેરીને અપ્રાકૃતિક કૃત્ય કરવા લોકોને લલચાવતા ઝડપાયા છે. આ સમાચાર ફેલાતા શહેરમાં ચકચાર મચી ગઇ છે. શહેરનાં સયાજીગંજ વિસ્તારમા અને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પાસે ઘણાં લોકોને ખાસ કરીને યુવાનીઓને લલચાવાની ચર્ચાઓ લોકોમાં ચાલુ હતી. લોકો લાલચમાં ફસાય તે બાદ તેમને નજીકનાં સુલભ શૌચાલયમાં લઇ જઇને અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવે છે અને ઘણીવાર તેને બ્લેકમેઇલ પણ કરવામાં આવે છે.
વડોદરા સયાજીગંજ પોલીસ રવિવારે જ્યારે નાઇટ પેટ્રોલિંગ કરતા હતા ત્યારે પ્રતાપગંજ પોલીસ ચોકીની સામે એક ખાડામાં ઉભા રહીને બિભત્સ વર્તન કરતી સ્ત્રીને જોઇ હતી. જોકે, નજીક ગા બાદ જાણ થઇ કે, આ તો પુરષ છે જેણે સ્ત્રીઓના કપડા પહેર્યા છે. ત્યાંથી સ્ત્રીનો વેશ ધારણ કરેલા ડભોઇનો રહેવાસી રજનીકાંત કાનજીભાઇ પરમારને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વિટકોસ બસ સ્ટેન્ડ પાસેના સુલભ શૌચાલય નજીક પણ મહિલાઓના કપડા પહેરેલા પુરુષને ઝડપી પાડ્યોછે. કિશનવાડીનાં વુડાના મકાનમાં રહેતો આ વ્યક્તિ પ્રવીણ મદનલાલ ઠાકોરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે વાસણાામાં રહેતો બાલાજી ગેહલોતને પણ આવી જ રીતે ઝડપી પાડવામાં આવ્યો હતો.
સયાજીગંજ પોલીસે આ લોકોને ઝડપી પાડીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમની સાથે આવું કરીને લોકોને હજી કેટલા લોકો છે તે પણ જાણવાનો પ્રયત્ન કરશે. હાલ પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ -
થોડા સમય પહેલા પણશહેરનાં નજીકનાં હાઇ વે પર આવી ગેંગ સક્રિય થઇ હતી. જેમાં પણ પુરુષો મહિલાઓ જેવું તૈયાર થઇને યુવાનોને અને ચાલકોને લલચાવતા હતા. એ વખત એક ટ્રક ચાલક આ ટોળકીની લાલચમાં ફસાઇ ગયો હતો. જે બાદ તે અંધકારમાં આવેલા એક ખાડા પાસે જણ રહ્યો હતો. ત્યારે જ બે લોકોએ આવીને તેને લૂંટી લીધો હતો. જેની પોલીસ ફરિયાદ થઇ હતી. આ પુરુષો ઉપરાંત શહેરમાં કેટલીક લલનાઓ પણ દેહવેપારની આડમાં સામેના યુવાનને લૂંટી લે છએ.