વડોદરાનાં દેણાની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળેલી 16 વર્ષના કિશોરની લાશનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે અનિલ ભરવાડ અને એક સગીર સહિત 3 જણાને ઝડપી લીધા છે. મૃતક અંકિતના મિત્ર અનિલ ભરવાડે જ તેની ચાલુ કારમાં છરીનાં પાંચથી છ ઘા મારીને હત્યા કરી હતી. મૃતક અંકિતે અનિલને 30 નવેમ્બરનાં રોજ અપશબ્દો કહ્યા હતા. જેનો બદલો લેવા માટે મિત્રની જ હત્યા કરી હોવાનું જણાવ્યું છે.
હત્યાની કબૂલાત કરી
અંકિતની માતાએ આ ત્રણેવે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી યોમ ઉર્ફે અનિલ હમીરભાઇ ભરવાડ (જનોડ નગર, ન્યૂ વીઆઇપી રોડ) તથા તેના સાગરીત દિલીપ હમીરભાઇ ભરવાડ (રેવડિયા મહાદેવ પાસે, ન્યૂ વીઆઇપી રોડ) અને એક સગીરને તાલુકા પોલીસ અને જિલ્લા એલસીબીએ પકડી પાડ્યા હતા. જે બાદ તેમની પૂછપરછ કરાતાં અનિલ ભરવાડે જણાવ્યું હતું કે, 30 નવેમ્બરે સાંજે કપુરાઇ ચોકડી પાસેના ગલ્લે અંકિત અને તે મળ્યા હતા.
આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ
તે વખતે બંને વચ્ચે બોલાચાલી થતાં અંકિતે તેને અપશબ્દ બોલ્યા હતા. જેની અદાવતે હત્યા કરી હોવાનું કહ્યું હતૃં. બુધવારે રાત્રે અનિલ અંકિતને ઘરેથી કારમાં બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ વાસદ પાસે ચાલુ કારમાં છરીના ઘા મારી હત્યા કરી હતી.
વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવવા જતી નર્સની મળી લાશ, હત્યાની આશંકા
તેઓ રોજ પાનના ગલ્લે મળતા હતા
મળતી માહિતી પ્રમાણે, અંકિત કરતા અનિલ બેથી અઢી વર્ષ મોટો હતો. તેઓ એકબીજાના મિત્રો હતા. તેઓ કપૂરાઇ ચોકડી પાસે આવેલા પાનના ગલ્લે ભેગા થતા હતા. ત્યાં જ અંકિતે અપશબ્દો બોલતા અનિલે તેને પતાવી દેવાનો પ્લાન ધડ્યો હતો.
પોલીસે અન્ય દિશામાં પણ તપાસ આદરી છે
હત્યાના ગુનામાં પકડાયેલો અનિલ ભરવાડ અને દિલીપ ભરવાડ ધોરણ 10 નાપાસ છે. જ્યારે સગીર વયનો કિશોર આ વર્ષે ધો.10માં આવ્યો છે. અંકિતની હત્યામાં મુખ્ય રોલ અનિલે જ ભજવ્યો છે. હત્યા સમયે દિલીપ કાર ચલાવતો હતો અને સગીર વયનો કિશોર તેની બાજુમાં બેઠો હતો હત્યા કરીને લાશ ફેંક્યા પછી આરોપીઓ ક્યાં ક્યાં ગયા હતા. કોના મળ્યા હતા. મૃતકનો મોબાઈલ ફોન ક્યાં છૂપાવ્યો છે. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, માત્ર અપશબ્દોને કારણે મિત્રની હત્યા કરી હોવાનું હજી સમજાતુ નથી. હત્યાની પાછળ અન્ય પણ કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:December 05, 2020, 12:13 pm