વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવવા જતી નર્સની આડા સંબંધની શંકાએ પતિએ જ કરી હત્યા

વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવવા જતી નર્સની આડા સંબંધની શંકાએ પતિએ જ કરી હત્યા
મૃતક નર્સની ફાઇલ તસવીર

આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી 8.30 કલાકે નર્સની લાશ મળી હતી

 • Share this:
  વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. તેઓને હાલ ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી તેઓ શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હૉસ્પિટલ જઇ રહ્યાં હતા. તે દરમિયાન આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી 8.30 કલાકે નર્સની લાશ મળી હતી. આ અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાના પતિ જયેશ પટેલે જ નર્સની માથામાં ફટકા મારીને હત્યા કરી દીધી હતી. પતિને શંકા હતી કે,  તેની પત્નીને અન્ય સાથે પ્રેમ સંબંધ છે.  જોકે, પોલીસે મોડી રાતે જ પતિની ધરપકડ કરી લીધી હતી.

  શહેરના આજવા રોડ ઉપર આવેલા અમરદીપ હોમ્સમાં શિલ્પાબહેન જયેશભાઇ પટેલ (ઉં.39) પરિવાર સાથે રહેતાં હતાં. તેમને બે સંતાન છે.  શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પા પટેલ રાત્રે ઘરેથી એક્ટિવા લઇને નોકરી જવા માટે નીકળ્યાં હતાં.  આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ

  અમદાવાદ : કોરોના કાળમાં આયુર્વેદ ફાર્માની માંગમાં થયો વધારો, અમેરિકા અને યુરોપમાં પણ ડિમાન્ડ

  એ દરમિયાન પતિ જયેશ પટેલે તેમનો પીછો કર્યો હતો. ન્યૂ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટી પાસે પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયો હતો. ચાલુ એક્ટિવા ઉપર શિલ્પાબહેનને માથામાં વાગતાં જ તેઓ ફસડાઇ પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મોડી રાત્રે જ પત્નીની હત્યા કરનારા શિક્ષક પતિ જયેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, શિલ્પાનો પતિ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

  લોહીલુહાણમાં હાલતમાં પડ્યો હતો મૃતદેહ

  મૃતદેહ મળતા પોલીસને અકસ્માતની પણ શંકા થઇ હતી પરંતુ  શિલ્પાના એક્ટિવાને કોઇ વાહનની ટક્કરથી નુકસાન થયુ હોવાનુ જણાઇ આવ્યુ નથી. બીજી તરફ શિલ્પાના શરીર ઉપર પણ અકસ્માતથી થાય તેવા ઇજાના નિશાન નથી પરંતુ તેના ચહેરા ઉપર ફટકા મારવામાં આવ્યા હોય તેવા સ્પષ્ટ નિશાન હતા. તેમના ચહેરો લોહીલુહાણ થયો હતો એટલે આ બનાવ હત્યાનો હોવાની શંકા દ્રઢ બની હતી. પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:December 05, 2020, 08:55 am

  ટૉપ ન્યૂઝ