વડોદરા: ઘરેથી ભાગી ગયેલા ધોરણ-9ના વિદ્યાર્થી-વિદ્યાર્થિની ઝડપાયા, મહિને 500 રૂપિયા ભાડું આપીને રહેતા હતા

વડોદરા: ઘરેથી ભાગી ગયેલા ધોરણ-9ના વિદ્યાર્થી-વિદ્યાર્થિની ઝડપાયા, મહિને 500 રૂપિયા ભાડું આપીને રહેતા હતા
પ્રતીકાત્મક તસવીર

રોજનો ખર્ચ ચલાવવા માટે વિદ્યાર્થી એક દુકાનમાં રોજના રૂપિયા 336 પગાર પર નોકરી શરૂ કરી હતી. બંને જણાં જમવાનું તો બહાર જમતા હતા.

 • Share this:
  વડોદરા પાસેના ગામના 14 દિવસ પહેલા ધોરણ 9ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ઘરેથી ભાગી ગયા હતા. જેમને છાણી પોલીસે વાપીથી ઝડપી પાડ્યા છે. પોલીસ વાપીથી બંનેને પોતાની સાથે પરત વડોદરાના પદમલા ગામ લઇ આવી છે. મહત્વનું છે કે, બંને સગીરો પોતાના ઘરેથી રૂપિયા લઇને ભાગ્યા હતા.

  કાર ભાડે રાખીને વાપી ગયા હતા  આ અંગે મળતી માહિતી પ્રમાણે, બંનેને શોધવા માટે છાણી પોલીસે ત્રણ ટીમ બનાવી હતી. જેમાં ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ ટીમની મદદથી પોલીસ વાપી સુધી પહોંચી હતી. 28મીએ ઘરેથી નીકળ્યા બાદ વિદ્યાર્થી અને વિદ્યાર્થિની સવારે સાડાઆઠ વાગ્યે રણોલી રેલવે સ્ટેશને થોડી રાહ જોયા બાદ કોઈ ટ્રેન ન મળતાં છકડામાં બેસી પહેલા સયાજીગંજ પહોંચ્યા હતા. જે બાદ તેઓએ ત્રણ હજાર રૂપિયામાં કાર ભાડે કરી વાપી ગયા હતા. જ્યાં ખડકલા નામધા રોડ પર આવેલા દેસાઈ વાડમાં તેઓ મહિને 500 રૂપિયાના માસિક ભાડાથી એક ઓરડીમાં રહેતા હતા.રોજનો ખર્ચ ચલાવવા માટે વિદ્યાર્થી એક દુકાનમાં રોજના રૂપિયા 336 પગાર પર નોકરી શરૂ કરી હતી. બંને જણાં જમવાનું તો બહાર જમતા હતા. વિદ્યાર્થિનીનો હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

  માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે ગુજરાતમાં 301 દિવસ બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ આવ્યા

  ઈન્સ્ટાગ્રામ પર ડમી એકાઉન્ટ બનાવી મિત્રો સાથે વાત કરતો હતો

  આ સગીર વિદ્યાર્થી તેના પરિવારના સભ્યો સાથે વાપી તથા દમણ ફરવા આવ્યો હતો. એટલે તે આ વિસ્તારથી પરિચીત હતો. એટલે પોલીસ પણ એ જ દિશામાં શોધી રહી હતી વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે વાત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર ડમી એકાઉન્ટ બનાવ્યું હતું. જેના દ્વારા તે મિત્રો સાથે ચેટ કરતો હતો. પરંતુ તે ક્યાં છે તે કોઇને પણ કહેતો ન હતો.

  Death Anniversary: જ્યારે શાસ્ત્રીજીના કહેવાથી દેશવાસીઓ સપ્તાહમાં એકવાર કરતા હતા ઉપવાસ

  બંનેએ ઘરેથી હજારો રૂપિયા ચોર્યા હતા

  સગીર વયના વિદ્યાર્થીએ તેના ઘરના મંદિરમાંથી ગરબાના 20 હજાર જેટલા રૂપિયા ચોરી લીધા હતા. જ્યારે વિદ્યાર્થિનીએ પણ તેના ઘરમાંથી ચારથી પાંચ હજાર રૂપિયા ચોરી લીધા હતા. આ બંને વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એકબીજાની સામસામે જ રહેતા હતા. બંને ઘર વચ્ચે સારા સંબંધો હતા.  આ બંનેના સંબંધની જાણ જ્યારે પરિવરોને થઇ ત્યારે બંનેને સમજાવીને ઠપકો પણ આપ્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:January 11, 2021, 12:00 pm

  ટૉપ ન્યૂઝ