ચાલુ ટ્રેનમાં યુવક અર્ધનગ્ન થઇ ગયો, વડોદરાની યુવતીએ વીડિયો બનાવી રેલમંત્રીને મોકલી દીધો

ચાલુ ટ્રેનમાં યુવક અર્ધનગ્ન થઇ ગયો, વડોદરાની યુવતીએ વીડિયો બનાવી રેલમંત્રીને મોકલી દીધો
અશ્લીલ હરકત કરતો યુવાન

હવે વીડિયોમાં દેખાઇ રહેલા યુવકની સીસીટીવી ફૂટેજને આધારે શોધખોળ થઇ રહી છે.

 • Share this:
  ઉદયપુરથી ઇન્દોર જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાની (Vadodara) યુવતી (Girl) મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન યુવતીની સામે બેઠેલા એક યુવકે બીભત્સ વર્તન અને ચેનચાડા કર્યા હતા. જેથી યુવતીએ તેનો વીડિયો બનાવીને તે ક્લિપ (video clip) રેલવે મંત્રી પિયુષ ગોયલને (Railway minister Piyush Goyal) ટ્વિટ મારફતે મોકલી હતી. જેથી હવે વીડિયોમાં દેખાઇ રહેલા યુવકની સીસીટીવી ફૂટેજને આધારે શોધખોળ થઇ રહી છે.

  યુવતીએ વીડિયો રેલમંત્રીને મોકલ્યો  આ યુવતી ઉદયપુર-ઇન્દોર ઇન્ટરસીટી એકસપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન એક યુવક તેની સામે આવીને બેસી ગયો હતો. જે બાદ તેની સામે જોઇને બીભત્સ હરકતો કરી રહ્યો હતો. જેનો વીડિયો બનાવીને યુવતીએ આઈઆરસીટીસી અને રેલવે મંત્રી પિયુષ ગોયલને મોકલ્યો હતો. આ યુવતીએ ટ્રેન નંબર અને કોચનો નંબર પણ લખ્યો હતો. જે બાદ પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને તે કોચમાં પહોંચી હતી પરંતુ યુવાન મળ્યો ન હતો. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

  વડોદરામાં સોની પરિવારની દયનીય કહાની : કેમ પરિવારના 6 સભ્યોએ દવા પીધી? પિતા-પુત્રી અને 4 વર્ષના માસૂમનું મોત

  બીભત્સ હરકતનો અન્ય એક કિસ્સો

  યુવતીઓને એકલી જોઇને અવારનવાર આવી ઘટના સામે આવે છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદના વાડજમાં રહેતી અને એમબીએનો અભ્યાસ કરતી યુવતી સાથે પડોશમાં રહેતો યુવકની બિભત્સ હરકતો કરતો હોવાની ઘટના સામે આવી હતી. યુવાને બપોરે ઘરમાં ઘૂસી આવીને યુવતીની છેડતી કરી હતી. આ બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂના વાડજમાં ચાલીમાં રહેતી અને એમબીએનો અભાસ કરતી યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં રાજેશ નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી. તારીખ 25ના રોજ યુવતી તેની બહેનપણી સાથે ઘર આગળ પકોડી ખાતી હતી આ સમયે યુવકે આવીને હાથ પકડીને બિભત્સ હરકતો કરી હતી.  એટલું જ નહી બીજા દિવસે બપોરે 1.30 વાગે યુવતી ઘરમાં એકલી હાજર હતી ત્યારે તે અચાનક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને હાથ પકડીને તેની તરફ ખેંચીને છેડતી કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:March 04, 2021, 08:04 am

  ટૉપ ન્યૂઝ