વડોદરા: FB પર મળેલા યુવકે પરિણીતાની સાસરીમાં આચર્યું દુષ્કર્મ, નગ્ન ફોટા વાયરલ કરવાની આપતો ધમકી

વડોદરા: FB પર મળેલા યુવકે પરિણીતાની સાસરીમાં આચર્યું દુષ્કર્મ, નગ્ન ફોટા વાયરલ કરવાની આપતો ધમકી
પ્રતીકાત્મક તસવીર

 • Share this:
  વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગોરવા વિસ્તારના એક યુવકે પરિણીતાને બ્લેકમેલ કરીને તેની જ સાસરીમાં જ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું છે. જોકે, આ અંગેની ફરિયાદ નોંધાવતા મહિલા પીએસઆઈએ યુવાનની ધરપકડ કરી છે.

  આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આશરે એકાદ વર્ષ પહેલા ગોરવાના ઝુબેર પઠાણ નામના યુવકે યુવતીને ફેસબૂકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ યુવતીએ તે સ્વીકારીને તેની સાથે ચેટ કરવા લાગી હતી. આ દરમિયાન ઝુબેર યુવતીની કેટલીક અંગત બાબતો જાણી ગયો હતો. જોકે, યુવતીના લગ્ન સારા ઘરના છોકરા સાથે થવાના હતા. લગ્ન થયા બાદ પણ ઝુબેરે પરિણીતાનો સંપર્ક કર્યો હતો. પરિણીતાની સાસરીની વિગતો પણ જાણી લીધી હતી. ઝુબેર જાણી ગયો હતો કે, પરિણીતા ઉપરના માળે રહેતી હતી અને તેના સાસુ-સસરા નીચે રહેતા હતા.પતિ ન હોય ત્યારે ઝુબેર પરિણીતાને ઘે આવતો અને પહેલાની વાતો જાહેર કરવાની ધમકી આપતો હતો.  સુરતમાં ધારાસભ્યની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, સોશિયલ મીડિયામાં વાયરલ

  જે બાદ આ ધમકીઓ આપીને પરિણીતા સાથે તેના જ ઘરમાં દુષ્કર્મ આચર્યું હતું જે દરમિયાન પરિણીતાની નગ્ન તસવીરો પાડી લીધી હતી. ઝુબેરે ચાલાકી વાપરીને પરિણીતાની નગ્ન તસવીરો પરિણીતાના મોબાઇલથી જ પાડી હતી અને તેના મોબાઇલમાંથી પોતાના મોબાઇલમાં લીધી હતી. જેથી કોઇને પણ એમ જ લાગે કે, પરિણીતાએ પોતાની નગ્ન તસવીરો ઝુબેરને મોકલી છે.

  એક દિવસ પરિણીતાના પતિને શંકા જતા તે અચાનક ઘરે ગયો હતો અને પત્નીનો મોબાઇલ ચેક કર્યો હતો. પત્નીના મોબાઇલમાં મેસેજો વાંચીને પતિના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. પત્નીએ પતિ સમક્ષ ગોરવાનો ઝુબેરના બ્લેકમેલિંગની વાતો કહી દીધી હતી. જે બાદ પોલીસ ફરિયાદ કરતા ઝુબેરની ધરપકડ કરવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 31, 2020, 10:43 am