સંસ્કારી નગરી વડોદરાનાં આ ભરચક વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ, વીડિયો આવ્યો સામે

સંસ્કારી નગરી વડોદરાનાં આ ભરચક વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ, વીડિયો આવ્યો સામે
વીડિયોમાંથી લીધેલી તસવીર

આવો જ એક વડોદરાનો વીડિયો સામે આવ્યો છે જેમાં બુટલેગરો ખુલ્લેઆમ લોકોને દેશી-વિદેશી દારૂ વેચી રહ્યાં છે અને લોકો ખરીદી પણ રહ્યાં છે.

 • Share this:
  આમતો ગાંધીનાં ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Liquor ban) છે. પરંતુ થોડા થોડા દિવસે દારૂની મહેફિલ, બુટલેગરોનાં વીડિયો સામે આવતા હોય છે, દારૂબંધી પર અનેક સવાલો ઉભા થઇ જાય. ત્યારે સાંસકૃતિક નગરી વડોદરા (Vadodara) શહેરના મકરપુરા વિસ્તારમાં વિદેશી અને દેશી શરાબના અડ્ડાઓ ફૂલ્યા ફાલ્યા હોય તેવા વીડિયો સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બુટલેગરો એટલા અપગ્રેડ થયા છે કે, તેઓ ફ્રેન્ચાઇઝી આપે છે. બુટલેગરો પોલીસની રહેમ નજર હેઠળ જ શરાબનો વેપલો ચલાવી રહ્યાં હોય તેમ લાગે છે. આવો જ એક વડોદરાનો વીડિયો સામે આવ્યો છે જેમાં બુટલેગરો ખુલ્લેઆમ લોકોને દેશી-વિદેશી દારૂ વેચી રહ્યાં છે અને લોકો ખરીદી પણ રહ્યાં છે.

  શહેરના અતિભરચક વિસ્તાર એવા મકરપુરાનો આ વીડિયો હોવાની વિગતો સામે આવી છે. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, અહીં એક પાનના ગલ્લા જેવી નાનકડી જગ્યા છે. જ્યાં બુટલેગરો દારૂનો વેપલો કરતા દેખાય છે.  વીડિયોમાંથી લીધેલી તસવીર


  બારડોલીનાં અનોખા લગ્ન : સાદાઇથી લગ્ન કરી ત્રણ લાખ રૂપિયા કોરોનાગ્રસ્તો માટે PM ફંડમાં આપ્યા

  સુરત : જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુનાં ઘા ઝીંકીને કરી મિત્રની ઘાતકી હત્યા

  લોકો અહીં કોઇની પરવા કર્યા વગર આવે છે અને દારૂની બોટલો અને દેશી દારૂ લઇ જતા દેખાય છે. આ જગ્યાની પાસે જ શાકમાર્કેટ પણ આવેલું છે જ્યાં પણ દરરોજ ઘણી જ ભીડ હોય છે. આ વેપલો ચલાવતા લોકોને જાણે પોલીસની બીક જ નથી એ રીતે અહીં વર્તી રહ્યાં છે.

  સુરતમાં પણ દારૂ વેચાણનો વીડિયો આવ્યો હતો સામે

  થોડા દિવસ પહેલા સુરતમાં પણ દારૂના વેચાણનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મફત નગર ખાતે બુટલેગર એક મહિલાના ઘરે દારૂનો જથ્થો મૂકી ગયા બાદમાં આ મકાનમાં રહેતા બાળકો દારૂનું વેચાણ કરવાનો વિડીયો વાઇરલ થતા બુટલેગર સાથે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. અહીંયા નાના બાળકો દારૂનું વેચાણ કરે છે તે પણ ખુલેઆમ, જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પાણી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ બુટલેગરો જાણે છે કે, દારૂ વેચતા બાળકો સામે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તેમ ખુલ્લેઆમ બાળકો દારૂ વેચી રહ્યાં હતા.
  Published by:Kaushal Pancholi
  First published:December 01, 2020, 14:14 pm

  ટૉપ ન્યૂઝ