વડોદરાના (Vadodara) જવાહરનગર પોલીસ મથકમાં પકડાયેલા જમીન દલાલ મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢીયારના કસ્ટોડિઅલ ડેથના (custodial death) ચકચારી કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પ્રેમ (love) પ્રકરણનો ઘટસ્ફોટ થચો છે. જે બાદ પોલીસે મહેન્દ્રની હત્યા કરનાર તેની પ્રેમિકાના પતિ (husband wife) સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મહત્તવનું છે કે, સોમવારે મધરાત બાદ એક જમીન દલાલનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યુ હોવાની ઘટના બની હતી. જેમાં કસ્ટોડિયલ ડેથ થયાના આક્ષેપો પણ લાગ્યા હતા.
પતિ અચાનક ઘરે આવતા પત્ની અને પ્રેમી રંગે હાથે ઝડપાયા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બાજવા કરચીયા રોડ પર ગિરિરાજ ફ્લેટમાં 16મી ફેબ્રુઆરીની મધરાતે મહેશ પંચાલ અને બાજવા વિસ્તારના મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢિયાર વચ્ચે તકરાર થઇ હોવાથી પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં મહેશ પઢિયારને ગભરામણ થતાં સારવાર દરમિયાન હૉસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. જેમા કસ્ટોડિયલ ડેથના કારણે મોત થયાના પણ આક્ષેપ થયા હતા. જોકે, પોલીસની તપાસ દરમિયાન સમગ્ર બનાવમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું. મહેશ પંચાલની પત્ની અને મહેશ પઢિયાર વચ્ચે પ્રેમસંબંધ હતો. બનાવ બન્યો તે સમયે મહેશ પંચાલ નાઈટ ડ્યુટી પર ગયો પરંતુ અચાનક તે ઘેર આવી જતા પત્ની અને પ્રેમી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેથી પતિનો પ્રેમી સાથે ઝઘડો થયો હતો. પતિ અને પ્રેમી વચ્ચે મારામારી પણ થઈ હતી. જેથી ઇજાગ્રસ્ત પ્રેમીનું મોત નીપજ્યું હતું. પોલીસે મહેશ પંચાલ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, આ પહેલા પણ મહેશે મહેન્દ્ર અને પત્નીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જે બાદ પત્નીએ અને મહેન્દ્રએ માફી માંગી લીધી હતી. મહેન્દ્રએ તો સમ ખાઇને કહ્યું હતુ કે હવે સબંધો નહીં રાખું. જેથી પતિએ બંનેને માફ કર્યા હતા. પરંતુ ત્યારપછી પણ તેમણે અનૈતિક સબંધો ચાલુ રાખ્યા હતા. મૃતકના આરોપીની પત્ની સાથે અનૈતિક સબંધ હોવાનું જોઇ જતાં તેણે હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપી એ જ પોલીસ કંન્ટ્રોલ રૂમને પણ જાણ કરી હતી. આ હકીકતના આધારે પોલીસે હત્યાના આરોપ હેઠળ મહેશ પંચાલની ધરપકડ કરી છે.
મૃતકના પરિવારજનોએ પોલીસ પર કરેલા કસ્ટોડિયલ ડેથના આક્ષેપને પગલે સઘન તપાસ શરૂ કરી હતી. મૃતકનું સયાજી હૉસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયાનું તારણ આવ્યું હતુ. પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતાં એમાં પણ મહેન્દ્રને માર માર્યા બાદ મોત થયું હોવાનું ખૂલ્યું હતું.
" isDesktop="true" id="1073129" >
જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેશ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.