અજાણ્યા માણસ દુખભરી કહાની સંભળાવી રડી રડીને રૂપિયા માંગે તો ચેતજો, વાંચો આ કિસ્સો

અજાણ્યા માણસ દુખભરી કહાની સંભળાવી રડી રડીને રૂપિયા માંગે તો ચેતજો, વાંચો આ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

એક દંપતીએ  વૃદ્ધને પોતાની દીકરીનાં લગ્ન તૂટવાની ભીતિ બતાવીને તેમની પાસેથી 5 લાખ રોકડા, સોનાના દાગીના મળીને 6.40 લાખની માલમત્તા પડાવી લીધા

 • Share this:
  રાજ્યમાં સામાન્ય માણસને ઠગીને તેના મહેનતથી ભેગા કરેલા રૂપિયા પડાવી લેવાનાં કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળતા હોઇએ છીએ. ત્યારે આવો જ એક વડોદરાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં દિવાળીપુરામાં રહેતા 60 વર્ષનાં જયંતિભાઇ સોલંકી ચાની લારી તથા દુકાન ધરાવે છે. એક દંપતીએ  વૃદ્ધને પોતાની દીકરીનાં લગ્ન તૂટવાની ભીતિ બતાવીને તેમની પાસેથી 5 લાખ રોકડા, સોનાના દાગીના મળીને 6.40 લાખની માલમત્તા પડાવી લીધા. આ અંગે જયંતિભાઇએ પોલીસ ફરિયાદ કરી છે.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાંદિવાળીપુરાના અરૂણા કોમ્પલેક્સમાં રહેતાં જયંતિભાઈ મગનભાઈ સોલંકી ત્યાં જ ચાની લારી તથા દુકાન ધરાવે છે. તારીખ 24 જુલાઈએ તેમની લારી પર આશરે 45 વર્ષના દંપતી ચા પીવા આવ્યાં હતા. પહેલા આ દંપતીએ જયંતિભાઈ સાથે ઘણી ધાર્મિક વાતો કરીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. જે બાદ ત્રણેક દિવસ બાદ 27 જુલાઈએ સવારે સાત વાગ્યે ફરી દંપતી લારી પર આવીને રૂપિયાનું બંડલ ગણીને ફોનમાં જ કોઇની સાથે વાત કરીને મોટે મોટેથી રડવા લાગ્યા હતા. આ અંગે જયંતિભાઇએ પૂછતા તેમણે જણાવ્યું કે, અમારી એકની એક પુત્રીનો સબંધ પૈસાના કારણે તૂટી જવાની કગાર પર છે. આ જોઇને જયંતિભાઈએ તેમને સાંત્વના આપી મદદ કરવાની લાગણી તૈયારી બતાવી હતી.  જે બાદ દંપતી જયંતિભાઈના ઘરે પણ પહોંચી ગયા હતા. જ્યાં તેમને 80 વીઘા જમીનના કાગળ બતાવી કહ્યું કે, અમારી પાસે વડીલોપાર્જિત 500 ગ્રામ જેટલી સોનાની લાંબી કંઠીઓ છે, જે તુટી ગઈ હોવાથી બે ભાગ થઈ ગયા છે. હું તમને એક ભાગ અવેજ પેટે રાખવા આપુ છું. તેની સામે તમે મને ત્રણ દિવસ માટે રૂપિયા 5 લાખ આપો. જેથી હું દિકરીના સાસરીવાળાને બતાવી શકું. પહેલા તો જયંતિભાઈએ ના પાડી દીધી હતી. પરંતુ ભેજાબાદ દંપતીએ તેમના પગે પડી રડવાનું શરૂ કરી દીધું હતું. જેથી જયંતિભાઈને દયા આવતાં તેમણે દુકાનના વેચાણના રૂપિયા આવ્યા હતા, તેમાંથી 5 લાખ આરોપી દંપતિને આપ્યા હતા. ત્યારબાદ દંપતિએ પુત્રીના લગ્નમાં પહેરવા જંયતિભાઈ પાસે દાગાનાની માંગણી કરી જણાવ્યું કે, અમારી આ કંઠીમાળા 9થી 10 લાખ રૂપિયાની છે. અમે તમારા રોકડા અને ઘરેણા ત્રણ દિવસમાં ન આપીએ, ત્યાં સુધી તમારી પાસે આ કંઢી રાખજો.

  આ પણ જુઓ -    આ બધા પર વિશ્વાસ રાખીને જયંતિભાઈએ પહેરેલી સોનાની ચેઈન, ચાર તોલાના લક્કી અને વીંટી આપી હતી. તાજેતરમાં તેઓ કંઠીની ખરાઈ કરવા જ્વેલર્સ પાસે જતાં ખોટી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે જયંતિભાઈએ ગોત્રી પોલીસ મથકે અજાણ્યા દંપતી તથા તેમના સાગરિત વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે.

  આ પણ વાંચો - ભાજપનાં પૂર્વ સાંસદને બે વર્ષની કેદ સાથે 2.97 કરોડનો ફટકારાયો દંડ, જાણો કયા ગુનાની આ સજા છે
  Published by:Kaushal Pancholi
  First published:October 04, 2020, 09:10 am

  ટૉપ ન્યૂઝ