વડોદરા : શહેર નજીક આલમગીર ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વડોદરા પાસે આવેલા આલમગીર ગામમાં અલકાપુરી ફળિયામાં અંજુ નટુભાઇ નાયકનું પીયર સાવલી છે. તેમના પતિએ અંજુબેન પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. જે બાદ તેમને બૂમાબૂમ કરતા પાડોશીઓએ બચાવીને સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે વરણામા પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, અંજુબેનનું પહેલુ લગ્ન 15 વર્ષ પહેલા થયું હતુ પરંતુ તેના પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા યુવાન પત્ની અને બાળકોને છોડીને ભાગી ગયો હતો. જેથી અંજુબેને તેમના પિયર રહેવા ગયા હતા. તેમને બે સંતાનો છે. 11 વર્ષ બાદ આલમગીર ગામમાં જ એક યુવક સાથે તેમના ફરીથી લગ્ન થયા હતા.
અંજુબેને પતિને દિવાળીમાં પિયર જવાની વાત કરી હતી તો પતિ એકદમ ગુસ્સે ભરાઇ ગયો હતો. આ સાથે તે અપશબ્દો પણ બોલવા લાગ્યો હતો. અંજુએ કહ્યું કે, આવું ન બોલશો તો વધારે રોષે ભરાઇને કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી.
" isDesktop="true" id="1039272" >
આ દરમિયાન બળતી અંજૂએ બૂમાબૂમ કરતા પાડોશીઓ મદદે આવી ગયા હતા. તેની પર પાણી છાંટીને આગ બૂઝાવી દીધી હતી. જે બાદ તેને તાત્કાલિક સયાજી હૉસ્પિટલ લઇ ગયા હતા. આ અંગે વરણામા પોલીસે અંજુની ફરિયાદના આ આધારે પતિ નટુ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.