વડોદરા : ધર્મપરિવર્તન કરીને વિધર્મી યુવક સાથે પરણનાર યુવતીના પિતાનું થયું મોત

વડોદરા : ધર્મપરિવર્તન કરીને વિધર્મી યુવક સાથે પરણનાર યુવતીના પિતાનું થયું મોત
પ્રતીકાત્મક તસવીર

આ દરમિયાન રવિવારે રાતે યુવતીના બીમાર પિતાનું મૃત્યું નીપજ્યું છે. જેના કારણે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

 • Share this:
  વડોદરાના નાગરવાડા વિસ્તારમા રહેતી યુવતીએ મુસ્લિમ યુવક સાથે ધર્મપરિવર્તન કરીને લગ્ન કરી લેતા ભારે ચર્ચા થઇ હતી. આ અંગે યુવતીને અનેક સામાજિક અગ્રણીઓથી લઇને સાંસદ સુધી તમામ લોકોએ સમજાવી હતી. યુવતીના પથારીવશ પિતાએ પણ દીકરીએ પણ ઘણી સમજાવી હતી. આ દરમિયાન રવિવારે રાતે યુવતીના બીમાર પિતાનું મૃત્યું નીપજ્યું છે. જેના કારણે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

  ધર્મપરિવર્તન કરીને લગ્ન કર્યા હતા  નાગરવાડા વિસ્તારની હિન્દુ યુવતી વિધર્મી યુવકના પ્રેમમાં હતી અને બીજી ડિસેમ્બરે યુવતી ઘરછોડી ભાગી ગઇ હતી. જે બાદ તેના ભાઇએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બીજીતરફ યુવતી અને મુસ્લિમ યુવક ઘરેથી ભાગીને પહેલા છોટાઉદેપુર ગયા હતા. ત્યાંથી 6 તારીખે મુંબઇ ગયા હતા. જ્યાં યુવતીએ ધર્મ પરિવર્તન કર્યું હતું અને ત્યારબાદ નામ બદલીને લગ્ન કર્યા હતા.

  સગીરા ઘરે એકલી હતી ત્યારે બોસ તેના મિત્રને લઇને આવ્યો, મોડલિંગના કપડા પહેરાવી કરી છેડતી

  જે બાદ 16 ડિસેમ્બરના રોજ નાગરવાડાની યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોવાની વિગતો સામે આવી હતી. જે બાદ બંને જણા વડોદરા આવતાં યુવતીના પરિવારજનોને જાણ થઇ હતી. જે બાદ યુવક અને યુવતીને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. આવ્યા હતા. પોલીસે યુવકને તેના ઘરે અને યુવતી કોઇ સામાજિક કાર્યકરના ઘરે મોકલી દીધી હતી.

  સુરત : રોડ સાઇડ રોમિયો મહિનાઓથી કરતો હતો હેરાન, યુવતીનો ફોન નંબર મેળવવા નાના ભાઇને માર્યો માર

  પિતાએ જમવાનું પણ બંધ કરી દીધું હતું

  આ દરમિયાન યુવતીના પિતાની તબિયત પણ બગડવા માંડી હતી. યુવતીના કારસ્તાનને કારણે તેમણે જમવાનું પણ બંધ કરી દીધું હતું પરંતુ પરિવારની સમજાવટ બાદ શરૂ કર્યું હતું. જે બાદ રવિવારે રાતે યુવતીના પિતાનુ અવસાન થયુ હતુ.

  દીકરી અંતિમદર્શન માટે આવી

  યુવતીને રવિવારે પિતાનું મૃત્યુ થયાની જાણ થતાં તે પિતાના ઘરે તરત જ આવી હતી. તે પોતાના પિતા પાસે બેસીને રડી પડી હતી. સોમવારે યુવતીના પિતાના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:December 28, 2020, 11:14 am

  ટૉપ ન્યૂઝ