પત્ની સાથે આડા સંબંધને કારણે વડોદરામાં રેસ્ટોરન્ટ ચલાવતા પતિએ ભાઇનું કર્યું ખૂન

પત્ની સાથે આડા સંબંધને કારણે વડોદરામાં રેસ્ટોરન્ટ ચલાવતા પતિએ ભાઇનું કર્યું ખૂન
પ્રતિકાત્મક તસવીર

આ કેસમાં ક્રાઇમ બ્રાંચે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

 • Share this:
  વડોદરામાં પરીક્ષા આપવા આવેલા ઝારખંડના યુવકે ભાભી સાથે અનૈતિક સંબંધ રાખતા મહિલાના પતિ અને તેના મિત્રએ યુવકની હત્યા કરી હતી. ગત આઠમી તારીખે ઝારખંડના હજારીબાગ ખાતે ચરહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રણજીત મંડલ નામના યુવકનો હત્યા કરેલો મૃતદેહ રોડ પરથી મળ્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

  મળતી માહિતી પ્રમાણે, ઝારખંડના ચરહી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ફરાર બે શખ્સ વડોદરામાં નાસીને આવ્યા છે તેવી બાતમી મળી હતી. જે બાદ પોલીસે અર્જુન પ્રસાદ શામલાલ મંડલ ( રહે અમર કોમ્પલેક્ષ વાસણા રોડ) તથા દીપક ખેંગાર ભાઈ બાવરવા (રહે. ગુણાતીત , ગોત્રી) , અર્જુનની પત્ની માલતી દેવીને પકડી લેવાઇ હતી. મૃતક રણજીત આરોપી અર્જુનનો માસીનો પુત્ર થાય છે. થોડા સમય પહેલા તે વડોદરામાં પરીક્ષા આપવા આવ્યો હતો. ત્યારે રણજિત અને અર્જુનની પત્ની વચ્ચે મિત્રતા પાંગરતા શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેની જાણ અર્જુનને થતા તેણે પોતાના મિત્ર દીપક સાથે મળીને તેના જ ભાઇને મારવાનો પ્લાન બનાવ્યો હતો.  CM રૂપાણી સુરતની સૂરત બદલવા કરશે 201 કરોડનાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ, જાણો શું શું શરૂ થશે

  પોલીસના જણાવ્યા મુજબ,માલતીનો પતિ અર્જુન તેના મિત્ર દીપકને લઇ કારમાં ઝારખંડમાં રહેતા રણજીતના ઘેર ગયા હતા. રાત્રે જમ્યા બાદ બહાર ફરવા જવાના બહાને રણજિતને કારની આગળની સીટ પર બેસાડયો હતો. રસ્તામાં પાછળ બેઠેલા દિપકે નાયલોનની દોરી વડે ગળુ દબાવીને રણજીતની હત્યા કરી હતી. જે બાદ લાશને રોડની એકબાજુ ફેંકીને બંન્ને વડોદરા ભાગી આવ્યા હતા. રણજીતના પરિવારે પોલીસ પૂછપરછમાં અર્જુન તેની પત્ની સહિત પાંચ લોકો સામે શંકાની દર્શાવી હતી.

  આરોપી અર્જુન મંડલ હરી નગર બ્રિજ પાસે સ્વાગત રેસ્ટોરન્ટ ચલાવે છે. જ્યારે એનો મિત્ર દિપક ગેરેજ ચલાવે છે. બંનેની માહિતી મળ્યા બાદ પોલીસે અર્જુનની પત્ની માલતીને પણ ઝડપી પાડી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:October 20, 2020, 08:55 am

  ટૉપ ન્યૂઝ