Home /News /madhya-gujarat /Vadodara: હવે દીકરીઓ સામે કોઇ રોમિયો આંખ ઉંચી કરીને નહી જોઇ શકે, આ અપાઇ તાલીમ

Vadodara: હવે દીકરીઓ સામે કોઇ રોમિયો આંખ ઉંચી કરીને નહી જોઇ શકે, આ અપાઇ તાલીમ

X
15

15 દિવસ બાદ 30 દિવસની એડવાન્સ તાલીમ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

વડોદરા પોલીસ અને સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે. સતત 15 દિવસ સુધી તાલીમ આપવામાં આવશે.

Nidhi Dave, Vadodara: હાલ વડોદરામાં છેડતીનાં ઘણા કેસ વધી રહ્યા છે. જેમાં છોકરીઓને છેડતી કરતા રોમિયો, છોકરીઓની હત્યા, એક તરફી પ્રેમ જેવા ઘણા કેસો નોંધાઇ રહ્યાં છે. જેને કારણે હવે છોકરીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. વડોદરા શહેરની પોલીસ અને શી ટીમ બને એટલા પ્રયત્નો કરી રહી છે અને મહિલાઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પરંતુ જ્યાં સુધી કોઈ બચાવવા આવે કે પોલીસ પહોંચે ત્યાં સુધી તો મહિલાએ સ્વરક્ષણ કરવું જરૂરી છે.

હજારો દીકરીઓને તાલીમ આપવામાં આવી રહી

મહિલાઓ કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ જાતે કરે તે હેતુસર વડોદરામાં સુરક્ષાસેતું સોસાયટી, વડોદરા શહેર પોલીસ કમિશનર અંતર્ગત ગુજરાત વાડોકાઇ કરાટે ડો એસોસિયેશના દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં યુવતીઓને કરાટે તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં દરરોજની હજાર જેટલી દીકરીઓ કરાટેની તાલીમ મેળવી રહી છે.



15 દિવસ તાલીમ આપવામાં આવશે

ઇન્ટરનેશનલ કરાટે કોચ રાજેશ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ પંદર દિવસ સુધી દરરોજના એક - એક કલાક આપવામાં આવશે. 15 દિવસ બાદ 30 દિવસની એડવાન્સ તાલીમ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મહિલાઓ પણ બીજી મહિલાઓને સ્વરક્ષણ કરતા શીખવે અને આ તમામ તાલીમો નિ:શુલ્ક શીખવાડવામાં આવી રહી છે.
First published:

Tags: Local 18, Vadodara

विज्ञापन