વડોદરા : ધૂળેટીના દિવસો ઝપાઝપીનો Video વાયરલ, છોકરીઓના કપડાં ફાડવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: March 12, 2020, 12:25 PM IST
વડોદરા : ધૂળેટીના દિવસો ઝપાઝપીનો Video વાયરલ, છોકરીઓના કપડાં ફાડવાનો પ્રયાસ
બંને પક્ષે સમાધાન થયું હોવાના અહેવાલ.

ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો, મામલો બિચકતા ત્રણ જેટલી યુવતીઓએ જાહેરમાં કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો.

  • Share this:
વડોદરા : વડોદરા જિલ્લામાં ધૂળેટીના દિવસથી ઝપાઝપીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Viral Video) ફરતો થયો છે. આ વીડિયોએ આખા જિલ્લામાં (Vadodara District) ચર્ચા જગાવી છે. ધૂળેટી (Holi-Dhuleti) ના દિવસો બનેલા આ બનાવ પોલીસ મથક (Vadodara Police) સુધી પહોંચ્યો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે આ કેસમાં બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણથી ચાર યુવતીઓ પોતાના કપડાં ફાડવાનો પ્રયાસ (Girls Attempt to tear Clothes) કરી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ધૂળેટીના દિવસે જિલ્લાના કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ ખાતે એક બનાવ બન્યો હતો. જેમાં ઓવરટેક કરવાની સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ ઝપાઝપી થઈ હતી. મામલો એટલો આગળ વધ્યો કે બોલાચાલી દરમિયાન બેથી ત્રણ યુવતીઓએ પોતાના કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન બનેલા આવા બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો : સુરતમાં ધૂળેટીએ કલર લગાવવાના બહાને સ્કૂટર પર જતી યુવતીની લુખ્ખાઓએ કરી છેડતી

વીડિયોમાં જોઈ શકાય છે કે ઝપાઝપી અને બોલાચાલી દરમિયાન કેટલાક લોકો મામલો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે અમુક લોકો આ ઘટનાનું પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ મામલો એટલો બિચકી ગયો હતો કે બંને પક્ષ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જાહેર રસ્તા પર જ બનેલા આ તમાશાને કારણે રસ્તા પરથી પસાર થતાં લોકો થોભી ગયા હતા અને બંને પક્ષકારોનો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બબાલ વચ્ચે જ ત્રણ જેટલી યુવતીઓએ પોતાના કપડાં ફાડવાનો પ્રયાસ કરવા મામલાએ વધારે ગરમી પકડી લીધી હતી.
First published: March 12, 2020, 12:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading