Home /News /madhya-gujarat /વડોદરા: રોમિયો દ્વારા યુવતીની છેડતીનો વીડિયો પોલીસે કર્યો ટ્વિટ, યુવતીની હિંમતને સલામ

વડોદરા: રોમિયો દ્વારા યુવતીની છેડતીનો વીડિયો પોલીસે કર્યો ટ્વિટ, યુવતીની હિંમતને સલામ

વડોદરા પોલીસે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો

Vadodara Girl Video: વડોદરામાં ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક ઉપર જતા ત્રણ રોમિયો હેરાન કરતા હતા. યુવતીએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી પોલીસની મદદ માંગી હતી. પોલીસની શી ટીમે 30 કિલોમીટર સુધી પીછો કરીને ત્રણેય રોડ રોમિયોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું

વધુ જુઓ ...
વડોદરા: શહેરમાં મહિલા ઉત્પીડનના એક પછી એક ચોંકાવનારા બનાવો વચ્ચે ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક ઉપર જતા ત્રણ રોમિયો હેરાન કરતા હતા. જેને લઈને યુવતીએ હિંમત દાખવી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી પોલીસની મદદ માંગી હતી. ત્યાર બાદ વડોદરા પોલીસની શી ટીમે 30 કિલોમીટર સુધી પીછો કરીને ત્રણેય રોડ રોમિયોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

વડોદરા પોલીસે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો

નોંધનીય છે કે, વડોદરા પોલીસે આ વીડિયો ટ્વિટર પર શેર પણ કર્યો છે. સમગ્ર ઘટના અંગે વડોદરા શહેર પોલીસે એકશન મોડમાં આવી ત્વરિત કાર્યવાહી કર્યા બાદ ટ્વીટર હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં યુવતી કહે છે કે, સૌથી પહેલા તો આ વીડિયો જુઓ કે જે આજે મારી સાથે થયું છે. વીડિયોમાં યુવતી ત્રણેય રોમિયોને કહે છે કે, પોલીસ સ્ટેશન આવીશ?. રોકાઈ જા. ગાડી ઊભી રાખ આ ત્રણેય છોકરાઓએ 7થી 8 કિલોમીટર સુધી યુવતીનો પીછો કરી યુવતીને હેરાન કરી રહ્યા હતા.


આ પણ વાંચો: NRI લગ્રની 25મી વર્ષગાંઠ ઉઠવવા ગોરી મેમને લઇ આવ્યા વતન, કાઢ્યો વરઘોડો

ત્રણ રોમિયો દ્વારા છેડતી કરવામાં આવી હતી

શહેરમાં રોડ રોમિયો દ્વારા યુવતીની છેડતીનો મામલો સામે આવતાં ચકચાર મચી છે. રિક્ષામાં સવાર યુવતીની બાઈક સવાર ત્રણ રોમિયો દ્વારા છેડતી કરવામાં આવી હતી. યુવતીએ હિંમત ન હારી રોડ રોમિયોને સબક શીખવાડ્યો હતો. યુવતીએ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા વીડિયોના આધારે ત્રણ યુવકોની ધરપકડ કરાઈ છે.

શું કહે છે હિંમતવાન યુવતી?

શહેરની હિંમતવાન યુવતીનું નિવેદન સામે આવ્યું છે. સમાજના ખોખલા નિયમોના કારણે મહિલાઓ અવાજ ઉઠાવતી નથી. યુવતીઓએ અત્યાચાર સામે અવાજ ઉઠાવવો જોઈએ. મારી સાથે બની એ ઘટના ભલે નાની હતી, પરંતુ અત્યાચાર સામે ચૂપ રહેનાર મહિલાઓ માટે મોટો સબક છે. સ્ત્રી અત્યાચાર સામે અવાજ ઉઠાવી મે સમાજમાં દાખલો બેસાડ્યો છે.
First published:

Tags: Gujarat News, Latest viral video, Vadoadara