વડોદરાઃ યુવતીએ પ્રેમી સાથે ફોનમાં વાત કરતાં કરતાં કર્યો આપઘાત

News18 Gujarati
Updated: November 16, 2018, 12:03 PM IST
વડોદરાઃ યુવતીએ પ્રેમી સાથે ફોનમાં વાત કરતાં કરતાં કર્યો આપઘાત
આપઘાત કરનાર યુવતી

આપઘાત પહેલા તલાટી યુવતી અંજનાએ એક કલાક સુધી તેના પ્રેમી પંકજ પટેલ સાથે વાતચીત કરી હતી.

  • Share this:
ફરિદખાન પઠાણ, વડોદરા

વડોદરાઃ સાથે જીવવા અને મરવાની કસમ ખાધા બાદ પ્રેમી તરફથી દગો મળતા વડોદરાની એક યુવતીએ પાંચ દિવસ પહેલા ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવતીએ આપઘાત કર્યો ત્યારે પણ પ્રેમી સાથે ફોન ચાલુ હતો. આ મામલે વડોદરાના પાણીગેટ પોલીસે યુવતીના પ્રેમી તેમજ કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પંકજ પટેલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. મૃતક યુવતીએ લખેલી સુસાઇડ નોટમાં પણ પંકજ પટેલ પર શારીરિક શોષણના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. મૃતક યુવતી તલાટી તરીકેની નોકરી કરતી હતી.

પ્રેમમાં દગો મળતા યુવતીએ મુંડન કરાવ્યું નાખ્યું

મળતી માહિતી પ્રમાણે પંકજ પટેલે પોતે કુંવારો હોવાનું નાટક કરીને કરજણ તાલુક પંચાયતમાં તલાટી તરીકે નોકરી કરતી અંજના રાઠોડ (ઉં.વ. 24 વર્ષ)ને પોતાની પ્રેમઝાળમાં ફસાવી હતી. જોકે, પાપ છાપરે ચડીને પોકારે તેમ યુવતીને થોડા જ દિવસોમાં માલુમ પડી ગયું હતું કે તેનો પ્રેમી કુંવારો નહીં પરંતુ પરિણીત છે. પ્રેમી તરફથી દગો મળ્યાનું જાણીને અંજના શરૂઆતમાં ઉદાસ રહેવા લાગી હતી. બાદમાં તેણીએ આઘાતમાં આવીને મુંડન કરાવી નાખ્યું હતું. જોકે, હતાશા અને આઘાતમાં સરી પડેલી અંજનાએ બે દિવસ પછી જે પગલું ભર્યું તે ખૂબ જ દુઃખદ હતું. અંજનાએ તેના ઘરે પંખા વડે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.

Pankaj Patel Vadodara, પંકજ પટેલ
આરોપી પંકજ પટેલ


મોબાઇલ ચાલુ રાખીને કર્યો આપઘાતઅંજનાના આપઘાતનું કારણ જાણવા માટે મથી રહેલા પરિવારના સભ્યોએ જ્યારે તેનો મોબાઇલ ફોન તપાસ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે તેણીએ ફોન ચાલુ રાખીને જ આપઘાત કર્યો હતો. પરિવારના સભ્યોને માલુમ પડ્યું હતું કે આપઘાત પહેલા અંજનાએ એક કલાક સુધી પંકજ પટેલ સાથે વાતચીત કરી હતી.

પ્રેમીની વાતથી આઘાતમાં હતી અંજના

તપાસમાં માલુમ પડ્યું છે કે પ્રેમી પરિણીત હોવાનું માલુમ પડ્યા બાદ અંજના અને પંકજ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પંકજ પટેલે તેની પત્નીને છોડવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમજ અંજનાને એવી વાત કરી હતી કે, 'તારે મારી રખાત તરીકે રહેવું હોઈ તો મને કોઈ વાંધો નથી. જો આવું ન કરવું હોય તો તું મરી જા'. એવી પણ માહિતી મળી છે કે અંજનાએ જે દિવસે આપઘાત કર્યો હતો તે દિવસે તેનો પ્રેમી સાંજે તેના ઘરે ગયો હતો. જોકે, પરિવારના સભ્યોએ તેને ઓળખી લેતા તે ફરાર થઈ ગયો હતો.
First published: November 16, 2018, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading