અંકિત ઘોનસીકર, વડોદરા: શહેરમાં સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરામાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10માં ભણતી દીકરી ખુશી પાટકર પરીક્ષા આપવા જાય તે પહેલાની રાતે જ માતાનું નિધન થતાં દુખની લાગણી છવાઇ ગઇ હતી. ખુશીએ આખું વર્ષ તનતોડ મહેનત કરી હતી પરંતુ પરીક્ષા સમયે જ તેના પર જાણ આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.
શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ખુશી પાટકર ધોરણ 10 માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષા આપવા તનતોડ મેહનત કરી હતી અને આજે તેના જ વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર તેનો નંબર આવ્યો હતો. દીકરી ધોરણ 10 ની પરીક્ષા આપવાની હોય અને પરીક્ષા માટે દીકરી ખુબ મેહનત કરતી હતી જેથી માતા સહિત સમગ્ર પરિવાર ખુશ હતો. ત્યારે ગત રોજ વિદ્યાર્થિની પરીક્ષા કેન્દ્ર પર જઈને બેઠક વ્યવસ્થા જોઈ આવી અને ફરીથી પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગઈ હતી. પરંતુ મોડી રાતે વિધાર્થિની ખુશીની ખુશી માતાનું અચાનક નિધન થતા દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.
શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ખુશી પાટકર ધોરણ 10 માં અભ્યાસ કરે છે.
અચાનક માતાની છત્રછાયા ગુમાવી દેતા વિધાર્થિની નાસીપાસ થઇ ગઈ હતી. જોકે ખુશી પાટકર નામની દીકરી રાત્રે માતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ સવારે સ્વસ્થ થઇ ગઈ હતી અને માતમ ભૂલી પરીક્ષા આપવા માટે પહોંચી હતી. વિદ્યાર્થની પરીક્ષા આપી રહી હતી તો બીજી બાજુ માતાની અંતિમ વિધિ થઇ રહી હતી. આ અંગે પરિજન જણાવ છે કે, મારા ભાભીનું મોત થયું છે. દીકરીની બોર્ડની પરીક્ષા છે. જેથી અમે તેને માનસિક રીતે તૈયાર કરી છે કે, બોર્ડની પરીક્ષા આપી શકે. આ બાબતે તે પણ સહેમત હતી. તે પેપર લખવા પણ તૈયાર છે.
જેથી તેને આજે અમે પરીક્ષા કેન્દ્ર પર લઈને આવ્યા છીએ. તેની માતાનું બીમારીના કારણે નિધન થયું છે.