વડોદરાઃપતિ સાથે આડાસંબંધની આશંકામાં પત્નીએ કરાવ્યો એસિડ હુમલો
વડોદરાઃપતિ સાથે આડાસંબંધની આશંકામાં પત્નીએ કરાવ્યો એસિડ હુમલો
વડોદરાઃ વડોદરામાં ટ્રાફિક બ્રિગેડની યુવતી પર એસિડ હુમલાનો ભેદ પોલીસે માત્ર 20 દિવસમાં જ ઉકેલી દીધો છે.17મી જૂનના રાત્રીએ યુવતી પર બે અજાણ્યા બાઈકસવારોએ એસિડ હુમલો કર્યો હતો જેમાં પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.

વડોદરામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી કંકુબેન રાઠવા પર 17મી જૂનના રોજ થયેલા એસિડ હુમલામાં ચોકાવનારી વિગતો બહાર આવી છે.પોલીસે ધરપકડ કરેલી મહિલા સોનલ પઢિયારને પીડીત યુવતી અને તેના પતિ કલ્પેશ પઢિયાર વચ્ચે આડાસંબધની આશંકા હતી. જેને લઈ સોનલે તેના પ્રેમી કલ્પેશ રાજપૂત અને મિત્ર સન્ની માળી સાથે મળી યુવતીનું મોઢુ કદરૂપુ બનાવવા માટે એક કાવતરુ રચ્યું હતું.
જેમાં ત્રણેય આરોપીઓએ યુવતીની ત્રણ દિવસ સુધી રેકી કર્યા બાદ તક મળતા દાંડીયાબજાર હાથીપોળ પાસે યુવતી પર એસિડ હુમલો કર્યો હતો.પોતાની ઓળખ છતી ન થાય તે માટે આરોપીઓએ રાત્રીનો સમય પસંદ કર્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે.
આરોપી સોનલનો પતિ કલ્પેશ પઢિયાર પણ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. જે પીડીતા કંકુબેનને અવાર નવાર નાસ્તો કરાવતો હતો. તેમજ તેઓ સમાંયતરે એકબીજાને મળતા પણ હતા. જેની જાણ આરોપી સોનલને થતા તેને પીડીતા સાથે ઝઘડો કર્યો હતો.ઝઘડા બાદ પણ પતિ કલ્પેશ અને પીડીતા કંકુએ મળવાનું બંધ ન કરતા આરોપી સોનલે સમગ્ર કાવતરુ રચ્ચુ હતુ.આરોપી સોનલે પોતાનું લગ્નજીવન બચાવવા પીડીતા પર એસિડ હુમલો કરાવ્યો હતો.આરોપીઓએ ટોઈલેટ કલીનરનું એસિડ યુવતી પર નાખ્યુ હોવાથી યુવતીનો ચહેરો દાઝયો ન હતો.પોલીસે હાલ ત્રણેય આરોપીની ધરપકડ કરી આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર