વડોદરાના રાજવી પરિવારના ગણેશજી વર્ષોથી વડોદરાની જનતા માટે આસ્થાનું કેન્દ્ર છે. આજે પરંપરા અનુસાર વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બીરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં લાવવામાં આવ્યા હતા.
છેલ્લા 100 વર્ષ કરતા વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ગણેશજીની પ્રતિમા દશ દિવસ સુધી પ્રસ્થાપિત કરીને પૂજન અર્ચન કરે છે. આજે બેન્ડવાજાના સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સ્થાપના સવારી નીકળી હતી. જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી.
ગણેશજી રાજમહેલ ખાતે આવી પહોંચતા શ્રીમતી સમરજીતસિંહ ગાયકવાડ સહીતના પરિવાર દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. રાજમહેલના દરબાર હોલમાં ખાસ વિશેષપૂજા વિધિ પણ યોજાઈ હતી. ગણપતિ જે પાટલા પર બિરાજમાન થાય છે તે પણ સવાસો વર્ષ જૂનો છે.
રાજવી પરિવાર માટે પેઢીઓથી મૂર્તિકાર ચૌહાણ પરિવાર ખાસ માટીની પ્રતિમા બનાવે છે. વડોદરાના રાજવીએ ખાસ કાશીથી પંડિતોને બોલાવી શાસ્ત્રોકત વિધિથી પ્રતિમા બનાવડાવી હતી. જે પરંપરાગત આજે પણ ચાલી આવે છે.
સયાજીરાવના સમયમાં ખાસ હાથી ઘોડા સહીતના શણગાર સાથે ગણેશજીની પધરામણી કરવામાં આવતી હતી, જોકે હવે હાથી ઘોડા અને શણગારોની પરંપરા તો રહી નથી પરંતુ જે પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા, તેજ શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે, અને સંગીત ની સુરાવલીઓ વચ્ચે ગણેશજીની પ્રતિમાને લાવવા આવે છે. ગાયકવાડ સમયમાં ગણેશજીની પ્રતિમાને ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતા હતા. જોકે સમય બદલાતા શ્રીજીની પ્રતિમા લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવે છે, અને રાજવી પરંપરાથી મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ પરિવાર સાથે ગણેશજીના આગમનને આવકારે છે.
દસ દિવસો સુધી લક્ષ્મીવિલાસ પેલેસમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને દરબાર હોલમા જ્યા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, એ દરબાર હોલ દસ દિવસો માટે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર