વડોદરા ગેંગરેપ પીડિતાએ કહ્યું, 'આરોપીઓની આંગળીઓ કાપી નાખો, રિબાવી રિબાવીને મારો'

News18 Gujarati
Updated: December 9, 2019, 11:29 AM IST
વડોદરા ગેંગરેપ પીડિતાએ કહ્યું, 'આરોપીઓની આંગળીઓ કાપી નાખો, રિબાવી રિબાવીને મારો'
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ કરી.

પીડિતાનું કાઉન્સેલિંગ કરનાર મહિલા કાર્યકરના જણાવ્યા પ્રમાણે, 'પીડિતાને આઘાતમાંથી બહાર આવતા ઘણો સમય લાગી જશે'

  • Share this:
વડોદરા : વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ ચોક્કસ પકડાયા છે પરંતુ પીડિતા અને તેનો પરિવાર હજુ આઘાતમાં છે. પીડિતાનો પરિવાર અનેક માનસિક યાતનાઓ ભોગવી રહ્યો છે. સગીર પીડિતાને આઘાતમાંથી બહાર લાવવા માટે તેને સામાજિક કાર્યકર દ્વારા તેણીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. સામાજિક કાર્યકરના કહેવા પ્રમાણે પીડિતાને આ આઘાતમાંથી બહાર કાઢતા ખૂબ સમય લાગી જશે. બીજી તરફ ગેંગરેપ પીડિતાનું કહેવું છે કે, તેની સાથે હેવાનિયભર્યું કૃત્ય કરનાર બંને નરાધમોને તડપાવી તડપાવીને મારવામાં આવે. તેને એવી સજા આપવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઈ છોકરો કોઈ છોકરીને ખરાબ નજરથી જોવાનો પણ વિચાર ન કરે.

આ મામલે વડોદરાના સામાજિક કાર્યકર તેમજ પીડિતાનું કાઉન્સેલિંગ કરી રહેલા શોભનાબેને ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસે ખૂબ મહેનત કરી છે. અમે પોલીસને શાબાસી આપીએ છીએ તેમજ તેમના કામની પ્રશંસા કરીએ છીએ. પીડિતાને ઝડપથી ન્યાય મળે તે માટે અલગ કોર્ટ હોવી જોઈએ."

તસવીર : પીડિતાનું કાઉન્સેલિંગ કરનારા સામાજિક કાર્યકર


શોભનાબેને વધુમાં જણાવ્યું કે, "હું દિવસ-રાત પીડિત દીકરીના પરિવાર સાથે રહીને તેનું કાઉન્સેલિંગ કરું છે. હાલ દીકરી આઘાતમાંથી થોડી બહાર આવી છે. દીકરી અણસમજુ હોવાથી તેને સમજાવવામાં ખૂબ સમય લાગી રહ્યો છે. નાસમજ હોવાથી કાઉન્સેલિંગમાં પણ ખૂબ તકલીફ પડી રહી છે. એટલું જ નહીં તેણીના પરિવારના સભ્યોની માનસિક હાલત પણ ખૂબ ખરાબ છે. ખરેખર તો આ બળાત્કાર દીકરી પર નહીં પણ સમાજ પર થયો છે. મારી માંગણી છે કે આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ."

પીડિતાના માતા


'આરોપીઓને તડપાવી તપાવીને મારો...'વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ ઝડપાયા બાદ પીડિત સગીરાએ ગુજરાતના એક વર્તમાનપત્ર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું જે રીતે તડપી છું તેવી રીતે જ આરોપીઓને તડપાવવામાં આવે. સાથે જ પીડિતાએ જણાવ્યું કે, 10 દિવસમાં લોકોએ મને ખૂબ સાથે આપ્યો છે. હું અનેક વિચારતી હતી કે ક્યારે આ નરાધમો પકડાશે. તેમને તડપાવી તડપાવીને મારવામાં આવે."

'હું તડપી છું તેવી રીતે બંનેને તડપાવો'

"ઘટના બાદ મારી મનમાં અનેક નકારાત્મક વિચારો આવતા હતા, પરંતુ લોકોની હિંમતથી હું આગળ વધી હતી. આ લોકોની એક પછી એક આંગળી કાપી નાખવી જોઈએ અને તડપાવી તડપાવીને મારવા જોઈએ. ભવિષ્યમાં કોઈ છોકરો કોઈ છોકરીને ખરાબ નજરથી ન જુઓ એ માટે દાખલો બેસે તેવી સજા આ બંને નરાધમોને આપવી જોઈએ."

'હૈદરાબાદના આરોપીઓને સળગાવી દેવા જોઈતા હતા'

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હોવાની વાત જાણીને વડોદરાની પીડિતાએ કહ્યું હતું કે, આ લોકોને ફક્ત ગોળી મારી તે પૂરતું નથી. તેમને એ રીતે સળગાવી દેવા જોઈતા હતા કે તેમના હાકડાં પણ ન મળે.
First published: December 9, 2019, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading