વડોદરા: છાણી વિસ્તારમાં આવેલા એક કોલ-સેન્ટરના 45થી વધુ કર્મચારીઓને ખોરાકી ઝેરની અસર થઈ છે. 30થી વધુ કર્મચારીઓને ઊલટી, પેટમાં દુખાવાની વગેરે ફરિયાદ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી વધુ વિગત મુજબ, વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા એક કોલ-સેન્ટરના 45થી વધુ કર્મચારીઓને જમ્યા બાદ ઊલટીઓ, પેટમાં દુખાવાની ફરિયાદ વગેરે તકલીફ થવાની શરૂઆત થઈ હતી. 30થી વધુ કર્મચારીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત અત્યારે સુધારા પર છે. ફૂડ-પોઇઝનિંગ અસર શું ખાવાથી થઈ એની જાણકારી મળી નથી.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર