વડોદરા: પુરગ્રસ્તો સરકારી મદદે જીવવા મજબૂર, રોજગાર-ધંધો-બાળકોનો અભ્યાસ ઠપ્પ

News18 Gujarati
Updated: August 10, 2019, 6:58 PM IST
વડોદરા: પુરગ્રસ્તો સરકારી મદદે જીવવા મજબૂર, રોજગાર-ધંધો-બાળકોનો અભ્યાસ ઠપ્પ
વડોદરાનાં હાલ બેહાલ

પરિવાર પોતાનાં બાળકો સાથે પ્રાથમિક શાળામાં આસરો લઇ રહ્યો છે. રોજીંદી આવક બંઘ થઇ ગઇ

  • Share this:
ફરીદ ખાન, વડોદરા: 31મી જુલાઇથી વડોદરાનાં હાલ બેહાલ થયા છે, પેહલા 20 ઇંચ વરસાદ, અને ઉપરવાસમાં ભારે વરસાદે વિશ્વામિત્રિ નદીમાં પુર, 4000 લોકોએ કર્યું હતુ સ્થાંળતંર, હજી માંડ પુરના પાંણી ઓસર્યા બાદ અસરગ્રસ્તોનું જીવન થાળે પડે ત્યાંજ ફરીથી વિશ્વામિત્રિ નદીની જળસપાટી વઘી અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ફરી 1100 લોકોનું સ્થાંળતર કરવામાં આવ્યું છે, એટલે કે અસરગ્રસ્તોને ફરીથી સ્થાંળતર કરવાનો વારો આવ્યો છે, આમ પુરગ્રસ્તોને બેવડો માર પડી રહ્યો છે.

સ્થાનિક અસરગ્રસ્ત રાબિયાબેન દિવાન કહે છે કે, પોતાનાં પતિ રીક્ષાચાલક છે, વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં આવેલ સુભાષનગરમાં તેઓ પોતાની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સાથે જીવન ગુજારે છે. 31મી જુલાઇએ અચાનક ભારે વરસાદ અને આજવા સરોવરમાં પાણીની સપાટી વઘતા જોતજોતામાં વિશ્વામિત્રિ બે કાંઠે વેહવા લાગી, અને સુભાષનગરમાં મકાનોમાં પાણી ભરાઈ ગયા, ઘરવખરી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મુકી રેહનાબેનના પરિવારે સ્થાંળતર કર્યુ, જીવન નિર્વાહ માંટે રોજીદી આવક કમાવવાનું સાઘન રીક્ષા પણ પાંણીમાં ડુબી ગઇ, અને પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા, હાલ પરિવાર સાથે સયાજીગંજમાં પ્રાથમિક શાળામાં આસરો લઇ રહ્યા છે.

આવી જ હાલતમાં છે એક શ્રમજીવી પરિવાર, રાઘાબેન અને તેમનું પરિવાર આજે સરકારી મદદ પર છે, પતિ મજુરી કામ કરે છે પરંતુ હાલ પુર અસરગ્રસ્ત રાઘાબેનનો પરિવાર પોતાનાં બાળકો સાથે પ્રાથમિક શાળામાં આસરો લઇ રહ્યો છે. રોજીંદી આવક બંઘ થઇ ગઇ છે, કેશડોલ મળી છે, પરંતુ જીવનમાં મજુરી કરીને પરસેવાથી એકત્રિત કરેલું ઘરનું રાચરચીલું નષ્ઠ થઇ ગયું, સંર્ઘષ કરતા આ પરિવાર હાલ સ્થાળતર થયું છે, અને છેલ્લા દસ દિવસોથી શાળામાં પોતોના પરિવાર સાથે મુશકેલીમાં જીવન વિતાવી રહ્યુ છે.
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...