વડોદરા: વડોદરા પોલીસે કાફે (Cafe)માં કપલ બોક્સ (Couple box) બનાવી યુગલોને એકાંત માણવાની સુવિધા આપનારા બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ જ્યારે આ કપલ બોક્સ પર ત્રાટકી ત્યારે અંદરથી સાત જેટલા યુગલ મળી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પોલીસે આ તમામ લોકોને ઠપકો આપીને જવા દીધા હતા. બીજી તરફ કપલ બોક્સ ચલાવતા બે સંચાલકોની ધરપકડ (Two arrest for running couple box) કરી છે. મળતી માહિતી પ્રમાણે આ લોકો કપલ બોક્સમાં એક કલાક બેસવાનો 250 રૂપિયા ચાર્જ વસૂલ કરતા હતા.
પોલીસને મળી હતી બાતમી
છેલ્લા થોડા દિવસોથી વિવિધ શહેરોની પોલીસ સ્પા, કાફે, રેસ્ટરન્ટના નામે ચાલતી કપલ બોક્સની બદી પર તવાઈ બોલાવી રહી છે. જે પ્રમાણે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં કપલ બોક્સ બનાવી યુગલોને એકાંત પૂરું પાડવામાં આવતું હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે રેસ્ટોરાં પર દરોડો કરીને બે લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ફતેગંજ તેમજ તેના આસપાસના વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરાં અને કાફેમાં પોલીસની તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ફતેગંજ બ્રિજ પાસે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં 'લંચ બોક્સ' નામના કાફેમાં તપાસ દરમિયાન અહીં કપલ બોક્સ બનાવીને પ્રેમી યુગલોને એકાંત માણવાની સુવિધા આપવામાં આવતી હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે તપાસ કરતા અંદરથી સાત કપલ મળી આવ્યા હતા. અહીં સીસીટીવી કેમેરા ન હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત બહારની વ્યક્તિ કપલ બોક્સની અંદર જોઈ ન શકે તેવી વ્યવસ્થા હતી. પોલીસે કેસમાં સાગર પોલાભાઈ રાવલીયા,અને ચેતન પાછાભાઈ હડિયાની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે તેમના સ્ટાફને એવી બાતમી મળી હતી કે લંચ બોક્સ નામના કાફેમાં કપલ બોક્સ બનાવી યુગલોને એકાંતની સેવા પૂરી પાડવામાં આવે છે. જે બાદમાં પોલીસે અહીં દરોડાો કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન કાફેના બંને સંચાલકોની સાથે સાથે અંદર બેઠેલા સાત જેટલા યુગલોનો પણ પરસેવો છૂટી ગયો હતો.
" isDesktop="true" id="1208874" >
કલાકનો ચાર્જ 250 રૂપિયા
આ કાફેમાં આવતા યુગલોએ એક કલાકનો બેસવાનો 250 રૂપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો. આ ઉપરાંત તેઓ ચા, કૉફી કે અન્ય કોઈ વસ્તુ મંગાવે તો તેના માટે અલગથી ચાર્જ ચૂકવવો પડતો હતો.