
વડોદરાઃપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે 30 સપ્ટેમ્બર પહેલા ઈન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ કાળુ નાણું જાહેર કરવાની જે યોજના બહાર પાડી છે તેને સફળ બનાવવા રાજયમાં આવકવેરા વિભાગ કામે લાગી ગયુ છે.વડોદરામાં આવકવેરા વિભાગે કારેલીબાગ મુકતાનંદ ચાર રસ્તા પાસે આવેલી શુકન અન્નતા ગ્રુુપના વિવિધ 6 થી 7 સ્થળોએ વિવિધ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરતા બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.