વડોદરાનાં પરિવારને ઉદેપુર પાસે નડ્યો અકસ્માત, પાંચનાં મોત

News18 Gujarati
Updated: October 29, 2019, 3:44 PM IST
વડોદરાનાં પરિવારને ઉદેપુર પાસે નડ્યો અકસ્માત, પાંચનાં મોત
ઘટના સ્થળની તસવીર

રાજસ્થાનનાં ઉદેપુર નજીક પીપલી ગામ પાસે આજે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં પાદરાનાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : રાજસ્થાનનાં ઉદેપુર નજીક પીપલી ગામ પાસે આજે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં પાદરાનાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉદેપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગાંધીના બહેન-બનેવી સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે પાદરાનો પાંચ લોકોનો પરિવાર દિવાળી વેકેશનમાં રાજસ્થાન ફરવા ગયા હતાં. જ્યારે આજે સવારે તેઓ ફરીને પાછા આવી રહ્યાં હતાં ત્યારે અમદાવાદ- ઉદેપુર હાઇવે પર તેમની કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. જેના કારણે કારનો કચ્ચરઘાણ થયો હતો.

સ્થાનિક લોકોનાં જણાવ્યાં પ્રમાણે આ અકસ્માત વહેલી સવારે થયો છે. આ કાર ચાલક રાતથી કાર ડ્રાઇવ કરતો હોવો જોઇએ જેના કારણે તેને ઝોંકું આવી ગયું હોવું જોઇએ. જેના કારણે તેને ઉભી રહેલી કાર પણ દેખાઇ નહીં અને કાર ટ્રકમાં જઇને અથડાઇ ગઇ હતી. આ કાર ધણી જ ઝડપમાં ચાલતી હશે જેને કારણે આ ગોઝારો અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : 108ને રાજ્યભરમાં દિવાળીએ 3,885 અને બેસતા વર્ષે 4,795 ઇર્મજન્સી કોલ મળ્યા

આ અકસ્માતમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગાંધીના બહેન-બનેવી સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 2 લોકોને ઉદેપુરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
First published: October 29, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading