Home /News /madhya-gujarat /વડોદરામાં યુવાનનું રહસ્યમય મોત! રાતે મિત્રો સાથે પાર્ટી કરી, સવારે ઉઠ્યો જ નહીં

વડોદરામાં યુવાનનું રહસ્યમય મોત! રાતે મિત્રો સાથે પાર્ટી કરી, સવારે ઉઠ્યો જ નહીં

યુવાનની ફાઇલ તસવીર

Vadodara News: આર્મીના નિવૃત્ત અધિકારીના 31 વર્ષના પુત્ર વિવેક અશોકકુમાર કરણ અમદાવાદની ખાનગી કંપનીમાં એચઆર હેડ તરીકે કામ કરતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીરમાં નશાકારક દ્રવ્ય, ઝેરી પ્રવાહી અને ડ્રગ્સની હાજરી મળી આવી હતી

વધુ જુઓ ...
વડોદરા : શહેરના (Vadodara) ન્યૂ સમા રોડ પર રાધાકૃષ્ણ ફ્લેટમાં એક યુવકનું મોત રહસ્યમય સંજોગોમાં થયું છે. આ યુવાનનું મોત કેફી પદાર્થના ઓવરડોઝના કારણે થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આર્મીના નિવૃત્ત અધિકારીના 31 વર્ષના પુત્ર વિવેક અશોકકુમાર કરણ અમદાવાદની ખાનગી કંપનીમાં એચઆર હેડ તરીકે કામ કરતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીરમાં નશાકારક દ્રવ્ય, ઝેરી પ્રવાહી અને ડ્રગ્સની હાજરી મળી આવી હતી. હાલ આ અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ સમાચાર મળતાની સાથે માતા પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ હતી.

રાતે મિત્રોને મળીને તેમના ઘરે જ સૂઇ ગયો હતો


આ અંગે મળતી માહિતી પ્રમાણે, ન્યૂ સમા રોડ પર આવેલા રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા બલજીતસીંગ રાવતના ઘરે તેના મામા કૈલાસ ભંડારી અને તેની મિત્ર નેહા ભંડારી ભેગા થયા હતા. આ દરમિયાન તેઓનો મિત્ર વિવેક અશોકકુમાર કરન પણ ત્યાં આવ્યો હતો. આખી રાત તેઓએ પાર્ટી કર્યા બાદ ઊંઘી ગયા હતા. સવારે મિત્રોએ વિવેકને ઉઠાડ્યો હતો પરંતુ તે ન ઉઠતા 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. જે બાદ તપાસમાં વિવેકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ તેમણે 108ને જાણ કરી હતી.

મૃતદેહનું તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ


સમા પોલીસે વધુ તપાસ હાથ ધરીને ડેડબોડીને પી.એમ.માટે મોકલી આપી હતી. મૃતકના શરીરમાં કેફી દ્રવ્ય, ઝેરી પ્રવાહી અને ડ્રગ્સની હાજરી હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. ડીસીપી, પન્ના મોમાયાએ આ અંગે જણાવતા કહ્યુ કે, વિવેકના મૃતદેહનું તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.

ઇન્જેક્શનો પણ મળી આવ્યા હતા


પોલીસે હાલ ફ્લેટને સીલ કરી દીધો છે. એફ.એસ.એલ.ની મદદથી ફ્લેટની તપાસ કરાવવામાં આવશે. વધુમાં, પોલીસે ફ્લેટની અગાશી પર તપાસ કરતા કેટલાક ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે લઇ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસે ફ્લેટમાં રહેતા અન્ય રહીશો તેમજ ફ્લેટમાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની પણ પૂછપરછ હાથ ધરી હતી.

દર શનિ-રવિ વડોદરા જતો હતો


નિવૃત્ત આર્મી ઓફિસરના પુત્ર વિવેક કરણે બેંગ્લોરથી એમ.બી.એ.નો અભ્યાસ કર્યો હતો. થોડો સમય બેંગ્લોરમાં નોકરી કરીને તેણે અમદાવાદની ખાનગી કંપનીમાં એચ.આર તરીકે નોકરી કરી હતી. શનિ અને રવિવારની રજામાં તે ઘરે આવતો હતો. આ શનિવારે પણ કે ઘરે આવ્યો હતો. અને બલજીતના ઘરે મિત્રો મળ્યા હતા. મૃતક નશો કરીને મિત્રોને મળવા આવ્યો હતો કે, મિત્રોને મળીને નશો કર્યો હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
First published:

Tags: ગુજરાત, વડોદરા સમાચાર, હત્યા