Home /News /madhya-gujarat /

વડોદરા: યુવકે 26 કલાકમાં તૈયાર કરી 8 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલતી ઇલેકટ્રીક બાઈક

વડોદરા: યુવકે 26 કલાકમાં તૈયાર કરી 8 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલતી ઇલેકટ્રીક બાઈક

ઇલેકટ્રિક

ઇલેકટ્રિક બાઇકની મહત્તમ સ્પીડ 76 કિમી પ્રતિ કલાક છે. જેમાં રિવર્સ ડ્રાઇવ પણ છે. 

વડોદરા: યુવકે 26 કલાકમાં તૈયાર કરી 8 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલતી ઇલેકટ્રીક બાઈક...જૂની બાઈકનો ઉપયોગ કરીને પર્યાવરણને નુકશાન ન થાય તે રીતની પેટર્ન તૈયાર કરી

  વડોદરા: એક તરફ ભારત સરકાર દ્વારા હાલ વાહનોની સ્ક્રેપ પોલિસી પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં પ્રદુષણ (Pollution) ફેલાવતાં 20 વર્ષ જુનાં વાહનોનું હેલ્થ વેરીફિકેશન (Verification) બાદ તેને સ્ક્રેપ કરવામાં આવશે. જયારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના યુવાને આ બંન્ને મુશ્કેલીમાં કારગર નીવડે તેવી વચગાળાનો ઉપાય શોધી લીધો છે.

  વાસણા રોડ વિસ્તારમાં રહેતાં મિથીલેશ પટેલે (Mithilesh Patel) જુની બાઈકને ઈલેકટ્રીક બાઈકમાં (Electric bike) તબદીલ કરી નાંખી છે. જે 8 પૈસા પ્રતિ કિમીના ખર્ચે ચાલે છે. મિથીલેશ પટેલે કહ્યું હતું કે, હાલ વધતાં જતાં પેટ્રોલના ભાવ અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી સ્ક્રેપ પોલિસીને કારણે ઘણાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મેં જૂની બાઈકનો ઉપયોગ કરીને પર્યાવરણને નુકશાન ન થાય તે રીતની પેટર્ન તૈયાર કરી છે. જેમાં જુની બાઈકના પેટ્રોલ એન્જિનને કાઢી તેમાં સેલ્ફ રિજનરેટીવ ઈલેકટ્રીક કરવામાં આવ્યું છે. મેં જુની બાઈકના ઓરિજનલ ચેચીસ કોઈ વેલ્ડીંગ વગર અને તેની સ્ટ્રેન્થને છંછેડ્યા વગર મોટર બેટરી ફિટ કરી છે. જે બનાવતાં મને 26 કલાકનો સમય લાગ્યો છે .

  વર્ચુઅલ ટેક્નોલોજીમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું...

  મિથિલેશ પટેલે 2010 માં પાણીથી ચાલતી બાઈક બનાવી હતી. તેવી એમની પાસે કુલ 21 પેટર્ન છે. જે માટે તેમને વર્ચુઅલ ટેકનોલોજીમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. વર્ષ 2030 માં પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, મોટાભાગ વાહનો ઇલેક્ટ્રીક કરાય, જેથી પર્યાવરણીય પ્રદુષણ ઘટાડી શકાય. એમનું આ ઈનોવશન સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ સીટી, સ્કિલ ઇન્ડિયા, વાઇબ્રન્ટ ગુજરાત, સ્ટાર્ટઅપ ગુજરાત, મેક ઇન ઇન્ડિયા, ગો ગ્રીન ગુજરાત સરકાર યોજના વગેરેને સાકાર કરે છે.

  આ પણ વાંચો: આજથી અમદાવાદના જાહેર સ્થળો પર નહીં દેખાય ઈંડા-નોનવેજની લારીઓ, સાતેય ઝોનમાં થશે કાર્યવાહી

  શું છે VI ઇલેક્ટ્રિક બાઈકતી ખાસિયત ? કેમ બીજી ઇલેકટ્રીક બાઈકથી જુદી છે ??

  ઇલેકટ્રિક બાઇકની મહત્તમ સ્પીડ 76 કિમી પ્રતિ કલાક છે. જેમાં રિવર્સ ડ્રાઇવ પણ છે. ઇલેકટ્રિક બાઇક એક ચાર્જમાં 80 થી 90 કીલોમીટરનું એવરેજ આપે છે. 7 સામાન્ય ચાર્જર વડે 5 થી 6 કલાક ચાર્જ કરીએ તો માત્ર એક યુનિટ વપરાય છે. જેથી તેનો ખર્ચ 8 પૈસા પ્રતિ કિલોમીટર છે. બાઈકમાં સેન્ટ્રલ લોકીંગ એન્ટીથીફ સિસ્ટમ, ઇલેકટ્રિક વિહિલમાં V8 એન્જિન અવાજ, જી.પી.એસ અને ટ્રેક ટેલિમેટ્રી સિસ્ટમ, સોલાર ચાર્જીંગ સિસ્ટમ લાગેલી છે. બાઇક 25 થી 30 ટકા રિજનરેટીવ બ્રેક સિસ્ટમથી જાતે જ ચાર્જ થાય છે.


  મહિલાઓને સુપર સ્પોર્ટસ્ બાઈક ચલાવવાનો લહાવો મળે તેથી ગીયરલેસ બાઈક બનાવી...

  સામાન્ય રીતે મહિલા અને યુવતીઓને પણ યુવાનોની જેમ સુપર સ્પોર્ટસ બાઈક ચલાવવાનો ઘણો શોખ હોય છે. પરંતુ તેમાં ગીયર સિસ્ટમ હોવાથી મોટાભાગની મહિલાઓ તે ચલાવી શકતી નથી. આ ઇલેકટ્રિક બાઈકમાં ગીયર રાખ્યાં નથી. જેથી મહિલાઓ સ્કુટી, એક્ટિવાની જેમ આ બાઈક સરળતાથી ચલાવી શકે છે.  આ પણ વાંચો: પાટણની સગીરાને તાલિબાની સજાના કેસમાં રિપોર્ટ સોંપાયો, કોર્ટના ચુકાદા બાદ કરાશે આર્થિક સહાય

  સ્થાનિક મિકેનિક્સ કંઈક નવું શીખી શકે તે માટે કાર્ય કરવામાં આવેલ છે...

  શહેરમાં સરેરાશ 5 હજાર લોકલ ગેરેજ છે. હાલ ધીમે - ધીમે ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલથી ઇલેકટ્રિકમાં ફેરવાઈ થઇ રહી છે. તેવામાં આ મિકેનિક્સ ગેરમાર્ગે ન દોરાય અને કંઇક નવું શીખી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમજ ટેકનોલોજી સાથે તાલમેલ સાધી શકે તે હેતુસર મિથીલેશ પટેલે તેમને મોકો આપી શીખવાડ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Electric bike, Vadodara, વડોદરા શહેર

  આગામી સમાચાર