દુમાડ ચોકડી પર મહિલાએ મદદ માંગી કે અમારે મજૂરીએ નથી જવું અને ધડાધડ થયું ફાયરિંગ

દુમાડ ચોકડી પર મહિલાએ મદદ માંગી કે અમારે મજૂરીએ નથી જવું અને ધડાધડ થયું ફાયરિંગ
સીસીટીવી

આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

  • Share this:
    વડોદરાની દુમાડ ચોકડી (Vadodara Dumad cross road) બ્રિજ પાસે સોમવારે સાંજે 6થી 7 રાઉન્ડ ફાયરિંગ (Firing) થયું હતું. 20થી 25 જેટલા શખ્સોએ ફાયરિંગ સાથે પથ્થરમારો અને લાકડીથઈ હુમલો પણ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી જ્યારે અન્ય 4ને ઇજા પહોંચી હતી. હુમલાખોર ઐયુબઅલી પઠાણ હુમલો કર્યા બાદ રિવોલ્વર સાથે સીસીટીવીમાં કેદ થયો છે. જેના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

    'આ લોકો મારા પતિને મારે છે, બચાવો'



    આ અંગે મળતી માહિતી પ્રમાણે, દુમાડ બ્રિજ પાસે સોમવારે બપોરે એક શ્રમજીવી દંપતી ઇકો કારના ફેરા કરતા રાજુ બોળિયા પાસે આવ્યા હતા. દંપતીએ વાપી જવા માટે ભાડું પૂછ્યું હતું. રાજુએ વાપી સુધી નહીં પણ ભરૂચ સુધી જવાનો છું એમ કહ્યું હતું. જે બાદ બંન્ને આગળ ગયા હતા. જ્યાં બે માણસો દંપતીને ટ્રકમાં લઇ જવા જબરદસ્તી કરતા જે દરમિયાન મહિલા દોડતી રિક્ષા ચાલક યુવકો પાસે આવી રડતાં રતા મદદ માગતા કહ્યું હતું કે, આ લોકો મારા પતિને મારે છે. અમારે પાછા મજૂરીએ જવું નથી અમને બચાવો. ત્યારબાદ યુવકોએ દંપતીને છોડવાનું કહેતા કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.

    ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી કોરોનાના ફક્ત 40 હજાર એક્ટિવ કેસ રહી જશે : સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન

    કૉંગ્રેસમાં આંતરિક કલહ: ચૂંટણી પહેલા જ AMC વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું

    આખરે શ્રમજીવી દંપતી ક્યાં ગયા?

    ખાનગી ફાયરિંગના બનાવ અંગે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નમીસરા ગામે ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા દંપતીએ શેઠ પાસે 40 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારબાદ તેઓ ચાલ્યા ગયા હતા. જેથી ભઠ્ઠાના ટ્રક ડ્રાઇવર સર્બેશે દંપતીને જોતાં શેઠને જાણ કરી હતી. જે બાદ શેઠ ઐયુબે તેને દંપતી પર નજર રાખવા જણાવ્યું હતું.

    દુમાડ ચોકડી પાસે લોહીયાળ અથડામણના કેન્દ્રમાં રહેલા ઇંટોના ભઠ્ઠા પર કામ કરતા યુપીના શ્રમજીવી દંપતીને પોલીસ શોધી રહી છે. આ દંપતીને રિક્ષાવાળા ક્યાં મૂકી આવ્યા છે તેની તપાસ માટે પોલીસની એક ટીમ તપાસ કરી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:October 20, 2020, 07:26 am

    ટૉપ ન્યૂઝ