વડોદરા: વડોદરાના સિંઘરોટમાંથી એમડી ડ્રગ્સની ફેકટરી પકડાયા મામલે મોટો ખુલાસો થયો છે. આરોપીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે. ડ્રગ્સ બનાવવા માટે દુબઈથી હવાલા મારફતે પેમેન્ટ આવતું હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી સૌમિલ પાઠકનો પાટર્નર સલીમ ડોલા દુબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે મિટિંગ કરીને કરોડોનું પેમેન્ટ ફાયનાન્સ કરાવતો હતો.ઑ
દુબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે બેઠક કરી પેમેન્ટ કરાવતો
વડોદરાના ડ્રગ્સ ફેક્ટરી કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. વડોદરા ડ્રગ્સ કેસમાં દુબઈ કનેક્શન બહાર આવ્યું છે. ડ્રગ્સ બનાવવા દુબઈથી હવાલા મારફતે પેમેન્ટ આવતું હતું. મુખ્ય આરોપીનો પાર્ટનર સલીમ ડોલા ફાયનાન્સ કરાવતો હતો. દુબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે બેઠક કરી પેમેન્ટ કરાવતો હતો. સલીમ ડોલા મુખ્ય આરોપી સૌમિલ પાઠકનો પાર્ટનરલ છે. તાજેતરમાં ATSએ સિંઘરોટમાં ડ્રગ્સ ફેક્ટરી પકડી હતી. તબેલામાં ડ્રગ્સનું રોમટિરીયલ બનાવવામાં આવતું હતું.
રો મટીરિયલને ટેબ્લેટ બનાવીને થતું હતું વેચાણ
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ATS દ્વારા સિંઘરોટ વિસ્તારમાં ચાલતા જાણીતા ફાર્મની પાછળનાં ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજે 500 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું હતું. આમાં સોલિડ અને લિકવિડ બંને કબજે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને ગ્રામ્ય એમ બે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સામે આવ્યું હતુ કે, ગોડાઉનમાં ડ્રગ્સનું રો મટીરિયલ બનાવવામા આવતુ હતુ. આ રો મટીરિયલને અમદાવાદ, મુંબઈ, કચ્છ મોકલવામાં આવતું હતુ. રો મટીરિયલને ટેબ્લેટ ફોર્મમાં વેચાણ કરાતુ હતુ. આ ગોરખ ધંધો આસરે એક મહિનાથી ચલાવવામાં આવતો હતો.
આ કેસમાં અત્યાર સુધી ગુજરાત એટીએસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના 8.30ની આસપાસ રેડ કરી હતી. ટીમે રાત્રિના અંધારામાં ત્યાં દરોડા પાડ્યા હતા. આ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરીને એટીએસની ટીમે આ ગોડાઉનમાં ઘૂસી જઇને અંદર તપાસ શરૂ કરી હતી.