ક્લિનિકમાં 'કામલીલા': ડૉ. પ્રતિક જોશીએ એક કિશોરીનો ગર્ભપાત કરાવ્યો હોવાની ચર્ચા

News18 Gujarati
Updated: June 13, 2018, 5:11 PM IST
ક્લિનિકમાં 'કામલીલા': ડૉ. પ્રતિક જોશીએ એક કિશોરીનો ગર્ભપાત કરાવ્યો હોવાની ચર્ચા
ડૉ. પ્રતિક જોશી તેમજ તેનું ક્લિનિક
News18 Gujarati
Updated: June 13, 2018, 5:11 PM IST
વડોદરાના ડૉ. પ્રતિક જોશીની પાપલીલા ધીમે ધીમે સામે આવી રહી છે. હાલ આ કેસમાં ડોક્ટર તેમજ અન્ય બે લોકો ફરાર છે. જ્યારે પોલીસે આ કેસમાં દવાખાનાના કમ્પાઉન્ડર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ડૉ. પ્રતિક નિઃસંતાન મહિલાઓની સારવાર પણ કરતો હતો. આ કેસમાં પોલીસે પૂર્વાયોજિત કાવતરાની પણ કલમ ઉમેરીને તપાસ હાથ ધરી છે.

આરોપી ડોક્ટર દવાખાનામાં જ સારવાર માટે આવતી મહિલાઓ સાથે પાપાલીલા આચરતો હતો. એટલું જ નહીં પાપલીલા બાદ મહિલાઓ પ્રેગનેન્ટ ન થઈ જાય તે માટે તેનને દવા આપી દેતો હતો. ડોક્ટર સંતાનસુખથી વંચિત હોય તેવી મહિલાઓની સારવાર પણ કરતો હતો. એવી પણ ચર્ચા છે કે તબીબે દુષ્કર્મનો ભોગ બનેલી એક સગીરાનો ગર્ભપાત પણ કરાવ્યો છે.

કમ્પાઉન્ડરે સાત મહિલાઓના વીડિયો બનાવ્યા

પોલીસે ધરપકડ કરવામાં આવેલા કમ્પાઉન્ડરે પૂછપરછમાં કબૂલ્યું છે કે તેણે સાત મહિલાઓના વીડિયો બનાવ્યા હતા. જોકે, ડોક્ટર સામે હજી સુધી એક જ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. એવી પણ વિગતો સામે આવી છે કે માત્ર અનગઢ ગામની જ નહીં પરંતુ અન્ય ચાર ગામની મહિલાઓના ડોક્ટર સાથેના વીડિયો વાયરલ થયા છે. અનગઢ ઉપરાંત કોટણ, રામપુરા અને ભવાનીપુરા ગામની મહિલાઓના વીડિયો પણ વાયરલ થયા છે.

આ પણ વાંચોઃ


શું છે આખો કેસ?

વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા ડો. પ્રતિક જોશીના મહિલાઓ સાથેના વીડિયો વાયરલ થયા બાદ હાહકાર મચી ગયો હતો. ડૉ. પ્રતિક તેના દવાખાનામાં સારવાર માટે આવતી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દવાખાનામાં જ શારીરિક સંબંધ બાંધતો હતો. ડોક્ટર મહિલાઓને બેભાન કરવાની ગોળી આપીને તેના પર દુષ્કર્મ કરતો હતો. હોસ્પિટલમાં કામ કરતા કમ્પાઉન્ડર દીલિપ ગોહિલે ડોક્ટરની આ કામલીલા મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આ માટે તે દવાના બોક્ષમાં મોબાઇલ ગોઠવી દેતો હતો. બાદમાં તેણે આ વીડિયો બતાવીને ડોક્ટર પાસેથી પૈસા પડાવ્યા હતા. ડોક્ટરે માંગ પ્રમાણે રકમ ન આપતા કમ્પાઉન્ડરે તેના ચાર મિત્રોને આ વીડિયો મોકલી દીધા હતા. જેના બાદમાં ચારેય લોકોએ ડોક્ટરનું અપહરણ કરીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर