ક્લિનિકમાં 'કામલીલા': ડોક્ટરે આ ગામમાં પણ ખોલ્યું હતું પોતાનું દવાખાનું

News18 Gujarati
Updated: June 13, 2018, 11:07 AM IST
ક્લિનિકમાં 'કામલીલા': ડોક્ટરે આ ગામમાં પણ ખોલ્યું હતું પોતાનું દવાખાનું
અનારસ ગામ ખાતે આવેલા ક્લિનિકમાં ગામ લોકોએ લાલ કલર લગાવી દીધો હતો.
News18 Gujarati
Updated: June 13, 2018, 11:07 AM IST
વડોદરા સહિત આખા રાજ્યમાં ડો. પ્રતિકની કામલીલાએ ભારે ચર્ચા જગાવી છે. વડોદરાના ગોત્રી ખાતે રહેતા ડોક્ટરે અનગઢ ખાતે હોસ્પિટલ ખોલીને મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરી હતી. મહિલા દર્દીઓ સાથેના તેમના વીડિયો વાયરલ થયા બાદ ડોક્ટરે અનગઢ ખાતે પોતાનું ક્લિનિક બંધ કરી દીધું હતું. બાદમાં તેમણે બોરસદ તાલુકાના અનારસ ગામ ખાતે નવું ક્લિનિક શરૂ કર્યું હતું. જોકે, અનારસ ગામના લોકોને ડોક્ટરની કામલીલા અંગે જાણ થઈ જતાં ડોક્ટર ત્યાંથી પણ રફુચક્કર થઈ ગયો હતો. બીજી તરફ ગામ લોકોએ નક્કી કર્યું છે કે હવે તે ડોક્ટરને તેના ગામમાં ઘૂસવા નહીં દે.

ગામલોકો કોઇ એક્શન લે તે પહેલા જ ભાગી ગયો ડોક્ટર

મળતી માહિતી પ્રમાણે ડો. પ્રતિક જોશીએ અનારસ ખાતે 15 દિવસ પહેલા જ ભાડાના મકાનમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. બાદમાં ગામના લોકોને વાયરલ થયેલા વીડિયો પરથી ખબર પડી હતી કે કામલીલામાં જોવા મળતો ડોક્ટર તેમના ગામમાં નવું દવાખાનું શરૂ કરનાર પ્રતિક જોશી જ છે. આ અંગે ગામના અમુક લોકોએ ડોક્ટરની પૂછપરછ કરી હતી. બાદમાં ડોક્ટર ગામમાંથી ફરાર થઈ ગયો હતો. ડોક્ટર ફરાર થઈ ગયા બાદ ગામના લોકોએ મકાનના બહાર ડોક્ટરના નામના બોર્ડ પર લાલ કલર લગાવી દીધો હતો.

આ પણ વાંચોઃ


અનગઢ ખાતે આ ક્લિનિકમાં ડો. પ્રતિક જોશીએ પાપલીલા આચરી હતી


મકાન માલિકનું શું કહેવું છે?

ડોક્ટરને મકાન ભાડે આપનાર મહેન્દ્રસિંહ મહિડાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "ગોત્રીથી આવેલા પ્રતિક જોશીને તેમણે 25મી એપ્રિલના રોજ મકાન ભાડે આપ્યું હતું. દવાખાનું ચાલુ થયાના એક મહિના પછી તે ચાલ્યો ગયો હતો બાદમાં પરત ફર્યો નથી."

આ અંગે કિરીટ મહિડા નામના એક સ્થાનિક જણાવ્યું હતું કે, "15 દિવસ પહેલા ડોક્ટરે તેના ગામમાં દવાખાનું શરૂ કર્યું હતું. લોકોને વીડિયો અંગે જાણ થતાં અમુક લોકો તેની પૂછપરછ કરવા માટે ગયા હતા. બાદમાં ડોક્ટર ગામમાંથી ગાયબ થઈ ગયો છે. અમે હવે આ ડોક્ટરને અમારા ગામમાં ઘૂસવા નહીં દઈએ. ડોક્ટરે જે મકાનમાં દવાખાનું ખોલ્યું હતું ત્યાં તેના નામના બોર્ડ પર ગામ લોકોએ લાલ કલર મારી દીધો છે."
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर