Home /News /madhya-gujarat /

VADODARA: માત્ર 3.5 ઈંચ વરસાદ પડતા વડોદરાના રોડ રસ્તા બેટમાં ફેરવાયા,લોકો અટવાયા

VADODARA: માત્ર 3.5 ઈંચ વરસાદ પડતા વડોદરાના રોડ રસ્તા બેટમાં ફેરવાયા,લોકો અટવાયા

પાલિકાની

પાલિકાની પ્રિ - મોન્સુન કામગીરીની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ....

વડોદરા શહેરમાં રાત્રી દરમિયાન 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા.પાલિકાની પ્રિ - મોન્સુન કામગીરીની ફરી પોલ ખુલ્લી પડી.

    નિધિ દવે , વડોદરા: શહેર જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેમાં વડોદરા શહેરમાં (Vadodara city) રાત્રી દરમિયાન 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને (Heavy rain) પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાઈગયા છે. જેમાં પાલિકાની પ્રિ - મોન્સુન (Pre Monsoon activity) કામગીરીની ફરીપોલ ખુલ્લી પડી ગઈ.

    શહેરમાં ઠેર-ઠેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓને ભારે હાલાકી

    શહેરમાં પડેલાભારે વરસાદને પગલે ઠેર - ઠેર પાણી ભરાયા છે. વડોદરા શહેરમાં મોડી રાતથી સતત વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈગયા છે.ઠેર ઠેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા રોડ પરથી પસારથતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રોડ પર ઘુટણ સમાં પાણી ભરાઈ જવાને કારણે વચ્ચેથી પસાર થઈ રહેલા રાહદારીઓને ખાડામાં પડવાનો વારો આવ્યો છે.અનેક રાહદારીઓ રોડ પર પડેલા ખાડાને કારણે પાણીમાં પડ્યા હતા. બીજી તરફ શહેરના ધગધગતા માર્ગની વાત કરવામાં આવે તો ત્યા પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે.

    આ પણ વાંચો- આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં થશે ભારે વરસાદ

    લાલબાગ બ્રિજ પાસેના રોડ પર પાણી ભરાઈ જતારાહદારીઓ અટવાયા અનેક લોકો પાણીમાં સાધન લઈને પડ્યા

    શહેરના લાલબાગ બ્રિજ પાસેના રોડ પર પાણી ભરાઈ જતા ત્યાથી પસાર થઈ રહેલા રાહદારીઓ અટવાયા હતા.ભારે વરસાદને પગલે ઠેર - ઠેર માર્ગો ઉપર પાણી ભરાતા વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ,કામધંધે જતા કામદારો સહિત અનેક લોકો અટવાયા હતા.રસ્તો વહેલી તકે પસાર ન કરી શકતા રાહદારીઓના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જેના કારણે કલાકો સુધી લોકો રોકાઈ રહેવા મજબૂર બન્યા હતા.ઉલ્લેખનીય છે કે આવી પરિસ્થિતિમાં જો કોઈ ઈમરજન્સિ સમસ્યા સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે.શું તંત્ર તે બનાવની જવાબદારી લેશે ખરી તેવા અનેક સવાલો લોકો દ્વારા તંત્રને પૂછવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો- અમેરિકામાં ઢોંસાનું બદલાયું નામ, ભારત કરતા ત્રણ ગણી કિંમતે વેચાય છે ઢોંસા

    ઉપરવાસમાં સતત વરસાદ થવાના કારણે શહેરમાં આવેલ આજવા ડેમાં સતત પાણીની આવક

    ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં સતત વરસાદ થવાના કારણે શહેરમાં આવેલ આજવા ડેમાં સતત પાણીની આવક થઈ રહી છે.આજવા ડેમાં પાણીની આવક થતા ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.ત્યારે નિચાણવાળા વિસ્તારમાં આવેલા લોકો અથવા તમારે પણ જો ડેમમાં પાણીની આવક અને જળસપાટીનું લાઈવ વોટર લેવલની માહિતી મેળવવી હોય તો આપલે આ લિંક https://vmc.gov.in/waterlevelsensor.aspx પર જઈને જાણી શકો છો.
    First published:

    Tags: Gujarat monsoon 2022, Vadodara City News, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन