Home /News /madhya-gujarat /Video: મગર બે કલાક સુધી યુવાનને લઇને નદીમાં ફર્યો, ઢાઢર નદીનો આ વીડિયો તમને વિચલિત કરી શકે છે

Video: મગર બે કલાક સુધી યુવાનને લઇને નદીમાં ફર્યો, ઢાઢર નદીનો આ વીડિયો તમને વિચલિત કરી શકે છે

ઢાઢર નદીમાં મગરના હુમલાનો વાયરલ વીડિયો

Gujarat Viral video : યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો અને બે કલાક સુધી તે યુવાનને લઇને નદીમાં ફરતો રહ્યો હતો.

વડોદરા : કાળજુ કંપાવી દે એવી ઘટના વડોદરામાં (Vadodara) બની છે. વડોદરાના પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં (Dhadhar river) એક મગરે (Crocodile viral video) 30 વર્ષના યુવાન પર હુમલો કરીને તેનો શિકાર બનાવ્યો હતો. યુવાનનો પગ લપસી જતાં તે અચાનક જ નદીમાં પડી ગયો હતો. યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો અને બે કલાક સુધી તે યુવાનને લઇને ફરતો રહ્યો હતો.

સોખડારાઘુ ગામના ઇમરાન દીવાન નામના 30 વર્ષના યુવાનને બચાવવા સ્થાનિક લોકોની સાથે ફાયર બ્રિગેડની ટિમ પણ જોડાઈ હતી. આ ઘટનાને પગલે નદી કિનારે ગ્રામ લોકોના ટોળા જમ્યા હતા.

યુવાનની ફાઇલ તસવીર


જોકે, બપોર સુધી યુવાનનો પત્તો લાગ્યો ન હતો. ગામ લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.



સ્થાનિકોએ ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે યુવાનને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ મૃતદેહ આખરે નદીમાંથી મળ્યો હતો. તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
First published:

Tags: Viral videos, ગુજરાત, વડોદરા સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો