Home /News /madhya-gujarat /વડોદરા સિલિન્ડર બ્લાસ્ટમાં એક મહિલાનું મોત, અરસગ્રસ્ત પરિવારો માટે 25 હજાર રૂપિયાની સહાયની જાહેરાત

વડોદરા સિલિન્ડર બ્લાસ્ટમાં એક મહિલાનું મોત, અરસગ્રસ્ત પરિવારો માટે 25 હજાર રૂપિયાની સહાયની જાહેરાત

સિલિન્ડર બ્લાસ્ટ

Vadodara blast : વડોદરામાં ગેસ સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ચાર લોકો ઘાયલ થયા હતા. તેમાં ગંભીર રીતે ઘાયલ એક મહિલાનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો ને કોર્પોરેટરો દ્વારા 25 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    વડોદરા : શહેરના વાસણા વિસ્તારમાં સવારના સમયે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. ધડાકાભેર ગેસનો બાટલો ફાટતા મકાન ધરાશાયી થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં અતિગંભીર બે લોકોમાંથી એક મહિલાનું મોત નિપજ્યું છે. ઘાયલ રહેવાસીઓને તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ભયંકર વિસ્ફોટથી આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ મામલે તપાસ માટે પોલીસે એફએસએલની મદદ માંગી છે જેથી બ્લાસ્ટનું કારણ જાણી શકાય.

    આ પણ વાંચો : Blast in Afghanistan: ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું કાબુલ, 19નાં મોત, 27 ઘાયલ

    વહેલી સવારે આ દુર્ઘટના બની


    આ ઘટનાની વધુ વિગતો એવી છે કે, વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ આવેલી દેવનગર સોસાયટીમાં વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ જતાં ચાર લોકો ઘાયલ થયા હતા. પ્રચંડ બ્લાસ્ટમાં ઘરની દિવાલ પણ તૂટી પડી હતી. તેમ જ ઘરની ઘરવખરીને પણ ખૂબ જ નુકસાન થયું છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના પાંચ ઘરોને પણ નુકસાન પહોંચ્યુ હતું.

    આ પણ વાંચો : વડોદરામાં મોટી દુર્ઘટના: દેવનગરમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી મકાન ધરાશાયી, ચાર લોકો ઘાયલ; આસપાસના 6 ઘરોને નુકસાન

    અસરગ્રસ્ત પરિવારોને 25-25 હજાર રૂપિયાની સહાય


    પ્રચંડ વિસ્ફોટ બાદ ગંભીર રીતે ઘાયલ બે લોકોમાંથી એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર, એસપી અને શહેર ભાજપ પ્રમુખ તેમજ કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ કોર્પોર્ટેરોએ અસરગ્રસ્ત પરિવારો માટે 25-25 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં ઘરવખરીને પણ ભારે નુકસાન થયું હોવાથી ભાજપ સંગઠન અને કોર્પોરેટરો અસરગ્રસ્તો માટે ઘરવખરીની વ્યવસ્થા કરશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Cylinder Blast

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन