Home /News /madhya-gujarat /

વહુ બે વર્ષનાં પુત્રને મુકી, દાગીના-રોકડ લઇને ફેસબુક ફ્રેન્ડ યુવતી સાથે ફરાર

વહુ બે વર્ષનાં પુત્રને મુકી, દાગીના-રોકડ લઇને ફેસબુક ફ્રેન્ડ યુવતી સાથે ફરાર

પ્રતિકાત્મક તસવીર

સાસુની સેવા કરવા આવેલી યુવતી બે વર્ષનાં પુત્રને મુકીને ફેસબુક ફ્રેન્ડ સાથે ફરાર થઇ ગઇ છે.

    વડોદરા: અટલાદરા વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સાસુની સેવા કરવા આવેલી યુવતી બે વર્ષનાં પુત્રને મુકીને ફેસબુક ફ્રેન્ડ સાથે ફરાર થઇ ગઇ છે. જેના કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે અટલાદરા રેલવે સ્ટેશન પાસે આવેલી નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા રમીલાબેન પટેલ બીમાર હતા. જેથી નજીકમાં મારૂતિધામમાં રહેતી તેમની 23 વર્ષની પુત્રવધૂ સોનુ સાસુની સેવા કરવા માટે બે વર્ષના પુત્રને લઇ રહેવા આવી હતી. ગઇ તા.10નાં રોજ બપોરે સોનુ તૈયાર થઇને બહાર ગઇ હતી. તેણે બહેનપણી સાથે પાછળ આવેલા મોલમાં ખરીદી કરી એકાદ કલાકમાં પાછી આવું છું તેમ ઘરે જણાવ્યું હતું.

    સોનુ બે કલાક સુધી નહીં આવતાં રમીલાબેન બાળકને લઇ નીચે ગેટ પર ગયા હતા.પરંતુ,મોડી રાત સુધી બંનેનો કોઇ પત્તો લાગ્યો નહતો અને બંનેના મોબાઇલ પણ સ્વિચ ઓફ હતા. તપાસ કરતાં સોનુ ઘરમાંથી રૂ.1 લાખની કિંમતના દાગીના અને રોકડા રૂ.45 હજાર લઇને ગઇ હતી.બીજી તરફ તેની મિત્ર સાંઇનાથ હાઉસિંગમાં રહેતી જાનકી થાપા પણ તેના ઘરમાંથી રોકડા રૂ.60 હજાર ઉઠાવી ગઇ હતી. જેપી રોડ તેમજ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.બંને બહેનપણીઓ, યુવતીઓ ફસાવતી ગેંગમાં ફસાઇ હોવાની આશંકા પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે.

    પરિણીત સોનુની સાથે ફરાર થયેલી જાનકી થાપા પણ સામાન્ય પરિવારની છે.તેના પિતા પપ્પુભાઇ સરસ્વતી કોમ્પ્લેક્સ નજીક નાસ્તાની લારી ધરાવે છે.બે વર્ષ પહેલાં લગ્નની વાત આવતાં જાનકી ઘર છોડી ચાલી ગઇ હતી.તેના પરિવારજનો મુંબઇથી તેને પરત લાવ્યા હતા.આમ છતાં જાનકી ફરીથી ઘર છોડી જતાં પિતાએ કહ્યું હતું કે,અમે હવે તેની આશા છોડી દીધી છે.

    સોનુના ફોટાવાળું અલિસ્કાના નામે ફેસબુક એકાઉન્ટ પણ શરૂ થયું

    બે વર્ષના પુત્રને છોડી ચાલી ગયેલી સોનુના ફોટા વાળું નવું ફેસબુક એકાઉન્ટ શરૃ કરવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળી છે.જેમાં સોનુના બદલે અલિસ્કા નામ રાખવામાં આવ્યું છે.

    10 તોલાના દાગીના બચી ગયા

    સોનુના સાસુ રમીલાબેન એક દિવસ પહેલાં જ તિજોરીમાંથી દાગીના કાઢી ચોખાના ડબ્બામાં મુક્યા હતા.જેને કારણે આ દાગીના સોનુના હાથમાં આવ્યા નહતા. સોનુએ ઘર છોડતી વખતે સાસુને કહ્યું હતું કે,પુત્રનો ખ્યાલ રાખજો..મારી બહેનપણી જાનકીના લગ્ન હોઇ મોલમાં ખરીદી કરી એકાદ કલાકમાં પાછી આવું છું.

    Photos: હાથમાં ગિટાર સાથે તૈમૂરનો 'રોકસ્ટાર' અંદાજ, તસવીરો વાયરલ
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Facebook, ગુજરાત, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन