Home /News /madhya-gujarat /Vadodara: વડોદરા દર્શનની બસ સોભાના ગાઠિયા સમાન; ક્યારે થશે શરૂ? 

Vadodara: વડોદરા દર્શનની બસ સોભાના ગાઠિયા સમાન; ક્યારે થશે શરૂ? 

X
આરામદાયક

આરામદાયક મુસાફરી કરી શકે તે માટે એ.સી.બસ 6 વર્ષ પહેલાં સાંસદ ક્વોટામાંથી ફાળવેલ.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરાની બહારથી આવતા પ્રવાસીઓ વડોદરાના જોવાલાયક સ્થળોની આરામદાયક મજા માણી શકે તે માટે ખાસ એ.સી. બસ તૈયાર કરવામાં આવી હતી. આરામદાયક મુસાફરી કરી શકે તે માટે એ.સી. બસ 6 વર્ષ પહેલાં સાંસદના ક્વોટા માંથી આપી હતી. 

વધુ જુઓ ...
Nidhi Dave, Vadodara: વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરાની બહારથી આવતા પ્રવાસીઓ વડોદરાના જોવાલાયક સ્થળોની આરામદાયક મજા માણી શકે તે માટે ખાસ એ.સી. બસ તૈયાર કરવામાં આવી હતી. આરામદાયક મુસાફરી કરી શકે તે માટે એ.સી. બસ 6 વર્ષ પહેલાં સાંસદના ક્વોટા માંથી આપી હતી. જે બસ શરૂઆતમાં સારી ચાલી અને બહાર ગામથી સંસ્કારી નગરી જોવા આવનાર લોકો પણ ખુશી અનુભવતા હતા. પરંતુ સમય જતાં તંત્રના ઉદાસીન વલણના પગલે વડોદરા દર્શન બસ સેવા બંધ થઈ ગઈ.


જેતે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વડોદરા દર્શન બસ સેવા ખુલ્લી મુકવામાં આવી હતી, તે બસ સેવાનું એક રીતે બાળ મરણ થઈ ગયું છે. વડોદરા દર્શનની એ.સી. બસ બંધ હાલતમાં પડી રહી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ બસ વર્ષો સુધી બંધ હાલત પડી રહી છે. આ દરમિયાન ફરી આ બસ ચાલુ કરવાનું ભૂત ઉપડ્યું અને વળી પાછી આ બસને પાલિકાના વર્ક શોપમાં મોકલી ચાલુ કરવામાં આવી હતી. ફરીથી લાખો રૂપિયાનો ખર્ચો કરી બસને ચાલુ તો કરવામાં આવી જેને ચાલુ કરે ચારથી પાંચ મહિનાનો સમય વીતવા છતાં હવે આ બસ ત્યાંની ત્યાંજ પડી રહી છે.


આ બસને ફરી કોઈ લઈ જનાર નથી જેથી આ એ.સી. લક્ઝરી બસ પાલિકાના વડોદરા મહાનગરપાલિકાના વર્ક શોપમાં સોભાના ગઠિયાની જેમ પડી છે. જૂની કહેવત બાઈ બાઈ ચાની ઉસકે ઘેર જેવો ઘાટ સર્જાયો છે. આ એ.સી બસને લેવા માટે હાલ ટુરિઝમ વિભાગ પણ તૈયાર નથી કે નથી પાલિકા તૈયાર.જેથી 4 મહિના આગાઉ રિપેરિંગ કરેલી બસ કોઈ લઈ જનારના ઇંતેજારમાં પડી છે.
First published:

Tags: Gujarat Tourism, Municipality, Tourists, Vadodara

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો