Home /News /madhya-gujarat /Vadodara Crime: વડોદરામાં કોલેજીયન યુવાનની તેના મિત્રએ જ કરી હત્યા, બહેન સાથે પ્રેમસંબંધની હતી આશંકા

Vadodara Crime: વડોદરામાં કોલેજીયન યુવાનની તેના મિત્રએ જ કરી હત્યા, બહેન સાથે પ્રેમસંબંધની હતી આશંકા

પાર્થે પોલીસ કઈ રીતે તેના સુધી પહોંચી પુછપરછ કરે તે અંગે પણ યુટ્યુબ અને વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હતી.

પાર્થે પોલીસ કઈ રીતે તેના સુધી પહોંચી પુછપરછ કરે તે અંગે પણ યુટ્યુબ અને વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હતી.

    વડોદરા : 19 વર્ષીય કોલેજીયન યુવક દક્ષ હસમુખભાઈ પટેલની હત્યા અંગે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક અલંકાર ટાવરનાં બેઝમેન્ટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસની તપાસમાં તેના દક્ષના મિત્ર પાર્થ કોઠારીએ જ હત્યા કર્યાનું સામે આવ્યું છે. બહેન સાથે પ્રેમ સંબંધની આશંકાને કારણે યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    યુટ્યુબ અને વેબ સિરીઝ જોઇને શીખ્યો


    દક્ષ હસમુખભાઈ પટેલને મોતને ઘાટ ઉતારનાર ખુદ તેનો ખાસ મિત્ર પાર્થ કોઠારી હોવાનું સામે આવ્યું છે. બહેન સાથે પ્રેમ સબંધની આશંકામાં તેણે યુવકની કરપીણ હત્યા કરી છે. પોલીસે પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઓરોપીએ યુવકની હત્યા કરી છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા. વધુમાં તેણે હત્યા કરવાથી લઈને પોલીસ કઈ રીતે તેના સુધી પહોંચી પુછપરછ કરે તે અંગે પણ યુટ્યુબ અને વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હતી. કિડનેપિંગ થીમ પર ફોટો પાડવાનું કહી તેણે યુવકની હત્યા કરી હતી. પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.

    આરોપી પાર્થ કોઠારી ઝડપાયો


    આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં લોકો દશેરાના દિવસે ચગાવે છે પતંગ, જાણો પાછળનું કારણ

    દક્ષ રાતે 11 વાગે ઘરેથી નીકળ્યો હતો


    શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા દક્ષ હસમુખભાઈ પટેલ ગત રાત્રે 11 વાગે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ સવાર સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતમાં હતો. જેથી તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયા હોવાની જાણકારી આપી હતી.

    હર્ષની ફાઇલ તસવીર


    પરિવારે પોલીસને જાણ કરતા દક્ષ પટેલની શોધખોળ આરંભી હતી. ત્યાર બાદ પોલીસને સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવર પાસેથી દક્ષ પટેલનું એક્ટિવા મળી આવ્યું હતુ. જેથી આસપાસ આવેલી દુકાનોના CCTV ફૂટેજ જોતા દક્ષ પટેલ દેખાયો હતો.

    આ પણ વાંચો : પલ્લીમાં લાખો લિટર ઘીનો થયો અભિષેક 

    એક્ટિવાએ ખોલ્યો ભેદ


    તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અલંકાર ટાવરમાં આવેલા ખંડેર જેવા બેઝમેન્ટમાં એક લાશ પડી છે. પોલીસ બાતમીના આધારે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બેઝમેન્ટમાં લાલ રંગના નાયલોનની દોરી જેવી વસ્તુથી પગ બાંધેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. લાશની તપાસ તે દક્ષ પટેલની હોવાનું સામે આવ્યું હતું. દક્ષ પટેલને પેટમાં તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાની ગુથ્થી સુલઝાવી દીધી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર, હત્યા

    विज्ञापन
    विज्ञापन