Home /News /madhya-gujarat /ડરના જરૂરી હૈ! જાણો વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતા મગરથી વડોદરવાસીઓને કેમ લાગે છે ડર?
ડરના જરૂરી હૈ! જાણો વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતા મગરથી વડોદરવાસીઓને કેમ લાગે છે ડર?
પુરના પાણીની સાથે વિશ્વામિત્રી નદીમાના મગર પણ બહાર આવી જાય છે.
Crocodile Attack: મગરને એક કુશળ શિકારીના રૂપમાં જોવામાં આવે છે. તે દબાયેલા પગલે શિકારનો પીછો કરે છે. શિકાર કરતી વખતે પોતાની પૂંછડીનો શિકારને પછાડવામાં તે ઉપયોગ કરે છે
અમદાવાદ: વડોદરાના (Vadodara) ઢાઢરમાં બનેલી એક ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. નદી કાંઠે એક યુવકનો પગ લપસ્યો અને નદીમાં ગરકાવ થયેલાએ યુવકને મગર (Crocodile Attack) પાણીમાં ખેંચી ગયો. એ યુવકનું મોત થયું. આ ઘટના બાદ વાયરલ થયેલા વીડિઓએ ડરનો માહોલ ફેલાયો છે. જોકે, વડોદરાવાસીઓ માટે આ ડર પહેલી વારનો નથી. જ્યારે જ્યારે પણ વિશ્વામિત્રી નદી (Vishvamitri river) વરસાદ સિઝનમાં (Vadodara monsoon) ઓવરફ્લો થાય છે. ત્યારે નદીના પાણી શહેરમાં ફરી વળે છે અને નદીના પાણીની સાથે મગર પણ બહાર આવી જવાનો ડર લોકોને સતાવતો રહે છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જ્યાં મગરોની વધુ સંખ્યા વડોદરા શહેરની વિશ્વામિત્ર નદીમાં જોવા મળે છે. ન્યૂઝ18 ગુજરાતીની ટીમ પહોંચી એ વિશ્વામિત્રી નદી કાંઠે જ્યાં મગરોનો વસવાટ છે. નદીમાં રહેલા મગર ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પાવાગઢથી નીકળેલીઆ નદી ખંભાતના અખાતને મળે છે.
રજવાડાના સમયે રાજવી પરિવાર વિશ્વામિત્રી નદીમાં નૌકાવિહાર કરતા હતા. જોકે આ નદીનું ઉજ્જવળ પાસુ છે. એમાં માર્શ જાતિના 250થી વધારે મગર બારેમાસ જોવા મળે છે. મગરની કુલ 23 પ્રજાતિઓ છે. જેમાંથી મુખ્યત્વે ભારતમાં ત્રણ પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં જોવા મળતા મગરોની વિવિધ પ્રજાતિઓમાં માર્શ પ્રજાતિના મગર ગુજરાતના વડોદરા શહેરમાં સૌથી વધારે જોવા મળે છે.
મગરને એક કુશળ શિકારીના રૂપમાં જોવામાં આવે છે. તે દબાયેલા પગલે શિકારનો પીછો કરે છે. શિકાર કરતી વખતે પોતાની પૂંછડીનો શિકારને પછાડવામાં તે ઉપયોગ કરે છે. તેના જડબાના દાંત ઉપર નીચે સામસામા ગોઠવાયેલી હોવાથી એકવાર શિકાર તેના જડબામાં ફસાય પછી ભાગ્યેજ બચી શકે છે. વરસાદની સિઝનમાં જ્યારે જ્યારે વડોદરામાં પુર આવે છે ત્યારે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સમા સાવલી વિસ્તાર, વુડા સર્કલ, વડસર, પરશુરામ ભઠ્ઠો, કલાલી સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે.
પુરના પાણીની સાથે વિશ્વામિત્રી નદીમાના મગર પણ બહાર આવી જાય છે. સોસાયટીમાં બહાર આવી જાય છે. ચાલુ વર્ષે જૂન જુલાઇમાં નદીમાંથી બહાર આવી ગયેલા 50 જેટલા મગર રેસ્ક્યુ કરી નદીમાં છોડવામાં આવ્યા હતા. વર્ષ 2005માં વડોદરામાં ભારે પુર આવ્યું હતું. વર્ષ 2008માં વિશ્વામિત્રી નદીના પૂર વડોદરામાં ઘૂસ્યા હતા. વર્ષ 2017માં વિશ્વામિત્રી ઓવરફ્લો થતા મગર બહાર આવી ગયા હતા. વર્ષ 2019માં વિશ્વમિત્રીના પુર શહેરમા ફરી વળ્યાં હતા.
વડોદરાના પાદરામાં ઢાઢરમાં ઇમરાન દિવાન નામના યુવકનો પગ લપસી જતા નદીમાં પડ્યો. એક મગર સાથે યુવકનો મૃતદેહ જોવા મળ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ઢાઢર નદી કાંઠે પહોચ્યું. જ્યાં નદીમાં જોવા મળ્યા મગર. વડોદરા શહેરે સંસ્કારી નગરી સાથે મગર નગરી તરીકે ખ્યાતનામ પામી છે. મગર એ સૌથી જૂનામાં જૂનું પ્રાણી કહી શકાય. જોકે જ્યારે વડોદરામાં પુર આવે છે ત્યારે પૂર્ણ પાણીના ડર કરતા લોકોમાં મગરનો ડર માહોલ સર્જે છે.