Home /News /madhya-gujarat /વડોદરા: સુહાગરાત્રે જ પતિએ નવવધૂના ઓરતા પર ફેરવી દીધું પાણી, આંચકાજનક ઘટના

વડોદરા: સુહાગરાત્રે જ પતિએ નવવધૂના ઓરતા પર ફેરવી દીધું પાણી, આંચકાજનક ઘટના

પતિએ સુહાગરાત્રે જ પત્નીને હાથ પકડીને રૂમની બહાર કાઢી મૂકી હતી.

Vadodara Crime: સુહાગરાત્રે જ પતિએ પત્નીને હાથ પકડીને રૂમની બહાર કાઢી મૂકી, લગ્નના પાંચમાં દિવસે ઘરમાંથી બહાર કાઢી મૂકી

    વડોદરા: શહેરમાં એક રહેતીને સુહાગરાત્રે જ મોટો આંચકો લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. લગ્નની રાતે જ પતિએ પત્નીને કહી દીધું કે, તું મને ગમતી નથી. હું બીજી યુવતીને પ્રેમ કરું છું. આ સાંભળીને જ યુવતીના પગ નીચેથી જમીન સરખી ગઇ હતી. આટલું જ નહીં, પતિએ સુહાગરાત્રે જ પત્નીને હાથ પકડીને રૂમની બહાર કાઢી મૂકી હતી. જ્યારે સાસુ-સસરાએ પણ પોતાના દીકરાનો પક્ષ રાખી લાખો રુપિયા પિયરમાંથી લઇ આવવા જણાવ્યું હતું. આખરે યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    લગ્નના પાંચમાં દિવસે જ પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી

    આજથી ચારેક મહિના પહેલા શહેરના મકરપુરામાં રહેતી યુવતીના લગ્ન આણંદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. ભારે હૈયે માતા-પિતાએ પોતાની દીકરીને વિદાય આપી હતી, પરંતુ લગ્નના પાંચમાં દિવસે જ પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ચાર મહિના સુદી સાસરિયા અને પતિની રાહ જોઇ છતાં કોઇ લેવા ન આવતાં છેવટે યુવતીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

    આ પણ વાંચો: અનેક આડાસંબંધથી ત્રાસીને 71 વર્ષની વૃદ્ધાએ પતિને રંગે હાથે ઝડપી પાડ્યો, પછી...

    પહેલી રાત્રે જ યુવકે તેની પત્નીને રૂમમાંથી બહાર કાઢી મૂકી

    લગ્નની પહેલી રાત્રે જ યુવતીના પતિએ કહ્યું હતું કે, તું મને ગમતી જ નથી. મારો બીજી યુવતી સાથે પ્રેમ સંબંધ છે. તારી સાથે જબરદસ્તી લગ્ન કર્યા છે. આટલું જ નહીં, પહેલી રાત્રે જ યુવકે તેની પત્નીને રૂમમાંથી બહાર કાઢી મૂકી હતી અને ઢોર માર માર્યો હતો. આ અંગે યુવતીએ તેના સાસ-સસરાને ફરિયાદ કરી હતી. તેમણે પણ પોતાના પુત્રનો પક્ષ લેતાં કહ્યુ હતુ કે, અમારો પુત્ર આવો જ છે. પતિ અને સાસ-સસરાની હરકતો જોઇને યુવતી સમસમી ઉઠી હતી.

    આટલું જ નહીં, પતિ જ નહીં તેના સાસ-સસરા પણ તેને દહેજને લઇને ટોળા મારવા લાગ્યા હતા અને પૈસાની માગણી કરી રહ્યા હતા. તેમણે યુવતીને કહ્યું હતું કે, જો તારે ઘરમાં રહેવું હોય તો પિયરમાંથી 6 લાખ લઇ આવ. પૈસા લઇને આવીશ તો જ ઘરમાં રહેવા દઇશું. લગ્નના પાંચમાં દિવસે જ યુવતીને ઘરમાંથી કાઢી મૂકતાં તેના તેના પિયરમાં પરત આવી હતી. આ વાતને ચાર મહિના જેટલો સમય વિતી ગયા છતાં યુવતીને સાસરીમાંથી બોલાવવા ન આવતાં છેવટે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Vadodara

    विज्ञापन
    विज्ञापन