Home /News /madhya-gujarat /

વડોદરા: દારૂ પીધેલી હાલતમાં છાકટો બન્યો LRD જવાન, કરી આવી હરકત

વડોદરા: દારૂ પીધેલી હાલતમાં છાકટો બન્યો LRD જવાન, કરી આવી હરકત

દારૂના નશામાં છાકટા બનેલા એલઆરડી જવાનની દાદાગીરી

Vadodara Crime: દારૂના નશામાં છાકટા બનેલા એલઆરડી જવાનની દાદાગીરીને કારણે એસટી કર્મચારીઓમાં રોષની લાગણી

    અંકિત ઘોનસિકર: વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે ગઈકાલે મધરાતે બનેલા એક બનાવમાં દારૂના નશામાં છાકટા બનેલા એલઆરડી જવાનની દાદાગીરીને કારણે એસટી કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જોકે, સયાજીગંજના પોલીસે આ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

    વડોદરા શહેર પોલીસમાં વારંવાર વિવાદમાં આવતા પોલીસ જવાનો સામે પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં હજી આવા બનાવો સતત બનતા રહે છે. રેવચી ગામે રહેતા અને એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઈ દેસાઈ ગઈકાલે રાત્રે નવસારી પાટણની બસમાં ફરજ દરમિયાન વડોદરા આવ્યા હતા. વડોદરા બસ ડેપોની બહાર ગેટ પાસે LRD જવાન ઉભો હોવાથી વિષ્ણુભાઈએ તેને ખસી જવા માટે કહ્યું હતું. જે બાબતે બોલાચાલી થયા બાદ બસ પ્લેટફોર્મ નંબર ચાર ઉપર જઈ રોકાઈ હતી.

    આ પણ વાંચો: અમદાવાદ: બુટલેગરે અપનાવ્યો ફિલ્મી આઈડિયા, ગોડાઉન માલિકને છરી બતાવી જબરદસ્તીથી છુપાવ્યો દારૂ

    આ દરમિયાન LRD જવાન ધસી આવ્યો હતો અને તેણે ગાળો ભાંડી કહ્યું હતું કે, તું મને ઓળખે છે. હું પોલીસ વાળો છું. તેમ કહી ઝપાઝપી કરી ત્રણ લાફા ઝીંકી દીધા હતા. જેથી અન્ય લોકોએ વચ્ચે પડી કંડકટરને બચાવી લીધો હતો. બનાવમાં દારૂના નશામાં છાકટા બનેલા એલઆરડી જવાનની દાદાગીરીને કારણે એસટી કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. મુસાફરોએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સયાજીગંજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને LRD જવાન રાજેશદાન ગઢવી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

    પોલીસ દ્વારા એલઆરડી જવાન પર બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. એક દારૂ પીધેલાનો ગુનો અને બીજો મારામારીનો પણ ગુનો થયો છે. મહત્વનું છે કે LRD જવાને ચાલુ નોકરીએ ગુંડાગર્દી કરતાં પોલીસની છબી ખરડાઈ છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ છાટકા બનેલા પોલીસ જવાન વિરૂદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Vadodara City News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन