ક્રિકેટર ઇરફાન પઠાણ શરૂ કરશે નવી ઇનિંગ, તમિલ ફિલ્મમાં કરશે અભિનય

News18 Gujarati
Updated: October 16, 2019, 9:57 AM IST
ક્રિકેટર ઇરફાન પઠાણ શરૂ કરશે નવી ઇનિંગ, તમિલ ફિલ્મમાં કરશે અભિનય
ઈરફાન પઠાણ

વડોદરાનાં ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાનાં ઓલ રાઉન્ડર અને અત્યારે કૉમેન્ટેટર ઈરફાન પઠાણ નવા અવતારમાં જોવા મળશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડોદરાનાં ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાનાં ઓલ રાઉન્ડર અને અત્યારે કૉમેન્ટેટર ઈરફાન પઠાણ નવા અવતારમાં જોવા મળશે. તેઓ હવે તમિલની એક ફિલ્મમાં જોવા મળશે. ઇરફાન ઉપરાંત ઓફ સ્પિનર હરભજનસિંહ પણ બહુ જલ્દી ફિલ્મી પરદા પર જોવા મળશે.

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કૉમેન્ટેટરી કરી રહેલા ઇરફાન પઠાણે એક ટ્વીટ કર્યુ છે, જેમાં તેમણે લખ્યુ છે કે તે એક્ટિંગ ડેબ્યૂ કરશે, તે દક્ષિણ ભારતની ફિલ્મથી ડેબ્યૂ કરશે, અને સુપરસ્ટાર વિક્રમ તેનો સહ-કલાકાર હશે. આ ફિલ્મને અજય જ્ઞાનમુથુ ડાયરેક્ટ કરશે. અજયે આ પહેલા ડેમોન્ટે કૉલોની જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : BCCIના નવા બોસ ગાંગુલીના જીવન અને કારકિર્દી પર એક નજર

આ ફિલ્મનું નિર્દેશન અજય ગણનમુથુ કરી રહ્યા છે, જેમણે આ સમાચાર ટ્વિટર પર શૅર કર્યા છે. ટ્વીટ સાથે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં ઇરફાનના ક્રિકેટ કરિઅર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં આઇપીએલ મેચ દરમિયાન વાગતી ટ્યૂન અને કોમેન્ટ્રી સંભળાય છે.બીજી તરફ હરભજનસિંહ કાર્તિક યોગીની ફિલ્મ ડિક્કીલૂનામાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. આ પણ એક તામિલ ફિલ્મ હશે. ભજ્જીએ કહ્યુ હતુ કે, તમિલ ફિલ્મો સાથે મારો પરિચય કરાવવા બદલ ફિલ્મની ટીમનો આભાર.મહત્વનું છે કે, ઈરફાન છેલ્લે ભારત વતી 2012માં શ્રીલંકા સામે ટી 20 મેચમાં રમ્યો હતો. એ પછી તે ટીમની બહાર છે. હરભજન બાદ ઈરફાન જ એક એવો ભારતીય બોલર છે જેણે ટેસ્ટમાં હેટ ટ્રિક ઝડપેલી છે. ઇરફાને 29 ટેસ્ટમાં 100 અને 102 વન ડેમાં 173 વિકેટ ઝડપી છે.
First published: October 16, 2019
વધુ વાંચો
अगली ख़बर