ભેદ ઉકેલાયો,વડોદરામાં લગ્નેતર સંબંધમાં પતિએ પત્નીના પ્રેમીની કરી હત્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 1, 2017, 11:32 AM IST

વડોદરામાં રાવપુર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. લગ્નેતર સંબંધમાં પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી હતી.મિલિદ રાવ અને નિમિષા રાવની પોલીસે ધરપકડ કરી છે.વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં રહેતા ક્રિષ્ના પટેલ નામના 20 વર્ષીય યુવાનની વહેલી સવારે પ્રેમિકાના પતિએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખતા અરેરાટી ફેલાઈ હતી.પ્રેમિકાએ મૃતક ક્રિષ્નાને શહેરના બદામડી બાગ ખાતે મળવા બોલાવતા આરોપી પતિ મિલન રાવ ત્યાં પહોચી ગયો હતો.મૃતક ક્રિષ્ના અને તેની પ્રેમિકા નિમિષા રાવ કંઈ સમજે તે પહેલા જ મિલને તેના પત્નીના પ્રેમીની હત્યા કરી દીધી હતી.

મૃતક ક્રિષ્ના અને પ્રેમિકા નિમિષા રાવ વચ્ચે છેલ્લા ઘણા સમથી પ્રેમસંબધ હતો.જેની જાણ આરોપી પતિને થતા પતિ- પત્ની વચ્ચે લગ્ન જીવનમાં ખટરાગ આવ્યો હતો.બદામડી બાગ ખાતે હત્યા થતા રાવપુરા પોલીસ અને મૃતકના પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.તેમજ મોટી સંખ્યામાં આસપાસના રહેતા લોકો પણ દોડી આવ્યા હતા.સમગ્ર મામલે એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમે પણ તપાસ કરી હતી.

First published: June 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर